ભરૂચ
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બની રહયો છે. રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા નાછુટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર બન્યા

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે બિસ્માર બની રહયો છે. રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા નાછુટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર બન્યા છે. ચાર રસ્તાથી રાજપીપળા તરફની સાઇડના માર્ગ પર એક તરફના રોડ પર મોટામોટા ગાબડા પડતા તેમાં વરસાદી પાણી ભરાતા કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાયું છે. લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ઉલ્લેખનીય છેકે આ ધોરીમાર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે.માર્ગને ફોર લેન બનાવવાની કામગીરી શરુ થયા બાદ કેટલોક સમય કામગીરીનું કામ બંધ પડ્યુ હતું,તે સમય દરમિયાન જ્યાં જયાં માર્ગની કામગીરી પુરી થયેલ હતી તેવા સ્થળોએ ગાબડા ગયાં છે. “




