ભારે વિરોધના વંટોળ વચ્ચે માંડવીના જામણકુવા ગામ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા આયોજિત આત્મિક જાગૃતિ સભાનું સમાપન
ખ્રિસ્તી સમુદાયના આ કાર્યક્રમની નાવડીને વિરોધના વંટોળ વચ્ચેથી પસાર કરવાની અને સુલેહ તથા શાંતિ જળવાય તેવા વહીવટી તંત્ર દ્વારા અનેરો પ્રયાસ

માંડવી તાલુકાના જામણકુવા ગામમાં આયોજિત તારીખ 4, 5 અને 6 ફેબ્રુઆરી 2025ના રોજ ધી ગ્લોરિયસ ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેના માટે આયોજકો દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી. જે 6 ફેબ્રુઆરી 2025 ના રોજ રાત્રે 8 વાગ્યે સમાપ્ત થતા ખ્રિસ્તી સમાજના લોકોમાં આનંદની લહેર જોવા મળી હતી. અને ઉભા પગે રહેલ પોલીસ કાફલાએ અને વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાના જામણકુવા ગામ ખાતે ધી ગ્લોરિયસ ચર્ચ દ્વારા અને ખ્રિસ્તી સમાજ દ્વારા આત્મિક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ફેબ્રુઆરી 2025ના 4 ,5 અને 6 તારીખ દરમિયાન આયોજન થયેલ હતુ. જે માટે આયોજકો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રના કાયદાની વ્યવસ્થા જાળવવા માટે મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ કેટલાક સંગઠનો દ્વારા આત્મિક સભાના વિરોધ થવાની ભીતિએ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક વહવટી તંત્ર દ્વારા બંને સમાજોની આસ્થાને ધ્યાને રાખી આ કાર્યક્રમો 6 ફેબ્રુઆરી 2025ના રોજ સમય મર્યાદા કરતાં વહેલી પૂર્ણ કરીને શાંતિ પૂર્ણ રીતે સમન્વય જાળવીને સમાપન કર્યું હતું. અને બને સમાજોની સમાન ધાર્મિકતા જળવાઈ રહી અને આ રીતે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો. તેમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા તેમજ આગેવાનો, વડીલો અને હાજર રહેલ મોટી સંખ્યાએ ખ્રિસ્તી સમાજના ભવ્ય આયોજનને કાયદો વ્યવસ્થા જાળવનાર અધિકારીઓએ સમુદાયના સુરક્ષા માટે આવેલ પોલીસ તંત્ર સતત ત્રણ દિવસ સુધી ઉભા પગે રહી ધ્યાનપૂર્વક સભાને શાંતિ માહોલમાં પૂર્ણ કરાવવા બાબતે ખ્રિસ્તી સમાજે અધિકારી ગણનો આભાર માને છે. જેથી કરીને બંને સમાજોમાં કોઈ પણ પ્રકારની અવગત કે અણબનાવ બનતા અટકયા હતા અને બંને સમાજોની સમાન ધાર્મિકતા જળવાઈ રહી અને આ કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો હતો.




