નવસારી ચીખલીમાં પોંઝિ સ્કીમ બનાવીને કરોડોની છેતરપિંડી કરનાર કુલ ચારની ધરપકડ

નવસારીમાં રોકાણ સામે ઊંચું વળતર આપી અનેક લોકો સાથે ઠગાઈ કરનાર પાંચ સામે ચીકલી પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે જેમાં પોલીસે પ્રથમ ત્રણ અને ત્યારબાદ ભાગેડું એકની ધરપકડ કરી છે. હજુ એક ભાગેડું વ થી શોધખોળ શરૂ છે, છેલ્લે પકડાયેલા મુખ્ય આરોપીની પૂજતાજમાં બીજા આરોપીઓ ની અટકાયત થઈ શકે છે જેને પોલીસ સાક્ષીઓ તરીકે ઉપયોગમાં લેશે. આરોપીઓની મિલકત પાંચમા લેવા અંગે જિલ્લા પોલીસ દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે.
નવસારીમાં ઊંચા વ્યાજે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડીના અનેક ગુનાઓ સામે આવ્યા છે. તેમ છતાં ઠગભગતો લાલચુ લોકોની નસ પકડી ગયા હોય એમ અલગ અલગ નામે કંપની બનાવી એનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ કરોડો રૂપિયા ઉસેટી લેતા હોય છે. નવસારીના ચીખલીમાં વર્ષ 2019 માં ચીખલીના સાગર રાઠોડ, તેની પત્ની ચૈતાલી રાઠોડ, ભાઈ વિશાલ રાઠોડ તેમજ નવસારીના મીરલ પટેલ આ ચાર લોકોએ સમર ગ્રુપ નામની કંપની બનાવી લોકોને અલગ અલગ સ્કીમોમાં 75 થી 95 ટકા સુધીનું ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ મેળવ્યું હતું.
ત્રણ વર્ષમાં સમર ગ્રુપ દ્વારા ચીખલીમાં કાર્યાલય ખોલી અનિલકુમાર રાઠોડને કર્મચારી તરીકે રાખી, ચીખલીથી ઉમરગામ સુધી એજન્ટો બનાવી અંદાજે 12 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ હતી. જેમાં 100 થી વધુ લોકોને દિવસમાં ચાંદ તારા બતાવીને ફરાર થઈ ચૂકેલા સાગર રાઠોડ અને તેના સાગરીતો સામે થોડા દિવસ અગાઉ ચીખલીના જ જયંતિ સોલંકીએ ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા હરકતમાં આવેલી પોલીસે 100 થી વધુ લોકોના નિવેદનો નોંધી 2.94 કરોડ રૂપિયાની છેતરપિંડી શોધી કાઢી હતી. પોલીસે તમામના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી પાંચેય આરોપીઓ સામે GPID એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. જેમાં પાંચ આરોપીઓ માંથી વિશાલ રાઠોડ, ચૈતાલી રાઠોડ અને મિરલ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે સાગર રાઠોડની બે દિવસ અગાઉ ધરપકડ થઈ છે પરંતુ અનિલ રાઠોડ હજી પણ પોલીસ પકડથી દૂર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આ એક ભાગેડું જો પકડાઈ જાય તો પૈસા ક્યાં ગયા તે અંગે પોલીસને ખ્યાલ આવશે. પોલીસે નવસારી જિલ્લામાં અન્ય કોઈ ઠગાઈનો ભોગ બનેલા હોય તો એલસીબી અથવા ચીખલી પોલીસ મથકનો સંપર્ક કરી શકે છે.
આ કેસમાં વિશાલના રિમાન્ડ મેળવી પોલીસે પૂછતાજ દરમિયાન બીજા કેટલાક નામોનો ખુલાસો થયો છે. જેને પૂછતાછ માટે પોલીસ આગામી સમયમાં બોલાવશે અને તેઓને સાક્ષી તરીકે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે. સાથે જ આરોપીઓની મિલકત ટાંચમા લેવા અંગે જે તે વિભાગ પાસેથી મંજૂરી મેળવી પોલીસ કાર્યવાહી શરૂ કરી શકે છે.




