ઉમરપાડા

ઉમરપાડાનાં શરદા ગામે ચક્કર આવી નીચે પડી જવાથી મહિલાનું મોત

ઉમરપાડાનાં શરદા ગામે 35 વર્ષીય મહિલાનું ચક્કર આવી નીચે પડી જતા માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉમરપાડાનાં શરદા ગામે નિશાળ ફળીયામાં રહેતા 35 વર્ષીય મીનાબેન વસાવા શરદા ગામે નિશાળ ફળીયાની સીમમાં આવેલ આરસીસી રોડ પરથી પગપાળા પસાર થઇ રહ્યા હતા. જે દરમ્યાન મીનાબેનને આકસ્મિક ચક્કર આવતા તેઓ બેભાન અવસ્થામાં નીચે પડી ગયા હતા. જોકે સુચીત બનાવનાં કારણે મીનાબેનને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button