
માંડવી તાલુકાના ઝરપણ ગામે ખોડાયેલ હાડમોરમમાં હાલમાં ભરાયલેા પાણીમાં એક યુવતી પડતાં મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના ઝરપણ ગામે રહેતા વર્ષાબહેન ગામીત ખેતરે ઘાસચારો માટે ગયા હતાં તે દરમિયાન વર્ષાબહેનનો છોકરો બળદ ચરાવવા ગયો હતો.
માર્ગમાં આવતાં ખોદેલ ખાડા નજીક માતાની ચપ્પલ, ઓઢણી અને દારતડું વગેરે જોવા મળતાં તાત્કાલિક વર્ષાબહેનના પતિને જાણ કરતાં સ્તળ પર પહોંચી તપાસ કરતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે માંડવી અગ્નિશામકની ટીમને મહામહેનતે લાશ મળી આવી હતી. ખેતર વિસ્તારમાંથી માટી ખનનની પડેલા ખાડામાં ભરાયેલ પાણીમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી.




