ડાંગ

વઘઇ તાલુકાના કુડકસ ગામે મજૂરો પર ઝાડ પડતાં એક મહિલાનું કરુણ મોત

વઘઇ તાલુકાના કુડકસ ગામે રોપણીના કામમાં જોતરાયેલા અને ખેતી કામ માટે ગયેલા મજૂરો પર ઝાડ પડતાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. કુડકસ ગામના ખેડૂત ભરતભાઈ મહાદુભાઈ રાઉતના ખેતરમાં કામ કરતા મજૂરો પર સાગનું વૃક્ષ પડતાં એકનું મોત અને બીજા મજૂરોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મજૂરોને PHC વઘઈ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મજૂરી કામ માટે ગયેલા સુંદરબેન મરણ પામ્યા હતા. જ્યારે તેમના પતિ અશોકભાઈને ગંભીર ઈજા થતાં તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ભારે પવન સાથે વરસાદના કારણે કુડકસ ગામે ઝાડ પડવાથી સુંદરબેન અશોકભાઇ પવાર (ઉં.વ.46)નું સ્થળ પર જ મરણ થયું હતું. અશોકભાઇ બાબુભાઇ પવાર (ઉં.વ.53)ને વધારે ઈજા થવાથી વઘઇ સિવિલમાંથી વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં રીફર કરવામાં આવ્યા છે. તેજલબેન શાંતિલાલભાઇ બારીયા (ઉં.વ.22) અને સોમીબેન ભરતભાઇ રાઉત (ઉં.વ.58)ને પણ ઇજા થઈ હોવાથી વઘઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

Related Articles

Back to top button