ડાંગ

આહવાની સગીરાના કપડા કાઢી બળજબરી કરનાર યુવક સામે ફરિયાદ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામની 12 વર્ષીય સગીર દીકરી સાથે જાખાનાના યુવકે અડપલા કરતા સાપુતારા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામની સગીરા દીકરી કાકી જોડે ઝરણા પાસે કપડાં ધોવા માટે ગઈ હતી. સગીરાએ કપડા ધોઈ હાજર કાકીને નજીકનાં ઝરણા પાસે કરચલા પકડવા જતી હોવાનું જણાવી કરચલા પકડવા જતી રહી હતી. તે વેળાએ આહવાના જાખાનાનો સંજયભાઇ નામનો યુવક સગીરા પાસે આવ્યો હતો અને તેણે પાછળથી તેણીનો હાથ પકડીને ઝરણાથી આગળ કૂવા પાસે ખેંચીને લઇ ગયો હતો અને સગીરાને સુવડાવવા પ્રયત્ન કર્યો હતો. આ સાથે તેણીના શરીર ઉપરના કપડા બળજબરીથી કાઢી નાખી છાતી તથા શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો. જેથી સગીરાએ બૂમાબૂમ કરતા યુવાને તુ બૂમાબૂમ નહીં કર નહિતર તને અહીં જ મારી નાંખીશ એમ કહ્યું હતું. જોકે ગામના લોકોએ આ ઘટના જોતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા ત્યારે સંજય ગ્રામજનોને જોઇને ત્યાંથી નાસી છૂટયો હતો. ગામના લોકોએ સગીરાને તેના સ્વજનો પાસે પહોંચાડતા તેને પણ મારી નાંખવાની ધમકી આપતા સાપુતારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Back to top button