મહુવા

મહુવા તાલુકાના ગુણસવેલ ગામનો યુવક ઓનલાઈન ટાસ્ક રેટિંગ કરતા યુવકે 3.10 લાખ રૂપિયા ગુમાવ્યા

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે હળપતિ વાસમાં રહેતો કમલેશ ઈશ્વર હળપતિ સુરત ખાતે શેર ટ્રેડિંગ કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી ડીલર તરીકે કામગીરી કરે છે. 21 જુનની સાંજે પોતે એસ.ટી બસ મારફતે સુરત થી ઘરે પરત ફરી રહ્યો હતો.તે દરમિયાન તેમના ફોન ઉપર COIN BSX DATA TASK 18 નામના વોટ્સએપ ગ્રૂપમાંથી મેસેજ આવ્યો હતો.

રોજના રૂપિયા 2 થી 5 હજાર કમાવવાની લિંક જોતા તેણે લીંક ઉપર ક્લિક કરી ગ્રુપમાં એડ થયો હતો.અલગ અલગ હોટલો અને રેસ્ટોરન્ટોની લિંક ઉપર રેટિંગ આપતા પ્રતિ ટાસ્કે 200 થી 300 જમા થશે તેવી ગ્રુપમાં વાતો થતા એડમીને મોકલેલી લિંક ઉપર ક્લિક કરી રેટિંગ આપતા એકાઉન્ટમાં 200 રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ એડમીને ટેલિગ્રામ લિંકમાં જોડાવવાનો મેસેજ કરતા COIN BSX DATA TASK 18 નો આઇકોન જોવા મળ્યો હતો.આ લિંકમાં કોઈ સતીષ નામના અજાણ્યા વ્યક્તિએ પોતે ટીચર હોવાનું જણાવી ગ્રૂપ ડીલીટ કરવા જણાવ્યું હતું.

સતીષ એ ટેલિગ્રામ ગ્રુપમાં ટ્રેડિંગ પ્લેટફોર્મ મુકતા કુલ 9 ટ્રેડિંગ માટે સ્ક્રિપ્ટ ખુલી હતી. ટાસ્ક આપતા ટ્રાન્જેક્શન ફેલ બતાવ્યું હતું. પૂછપરછ કરતા ખામી બદલ પેનલ્ટીના નામે તા. 21/06/2024 થી તા. 24/06/2024 દરમિયાન ટુકડે ટુકડે 3,10,200 રૂપિયા ભરાવ્યાં હતા. સામેથી 18 ટાસ્ક પુરા થાય એટલે પૈસા ઉપાડી શકાશે અને કુલ 4.44 લાખ આવશે મુજબ જણાવી પૈસા ઉપાડવાની સલાહ આપી હતી.

પ્રથમ 3 હજાર ઉપાડ્યા બાદ બીજા રૂપિયા ઉપાડવા જતા ટ્રાન્જેક્શન ફેલનો મેસેજ જોવા મળ્યો હતો.ફોન કરી પૂછપરછ કરતા ભૂલના કારણે આમ થયું મુજબ જણાવતા પોતે ટુકડે ટુકડે ભરેલા 3.10 લાખ રૂપિયા પાછા માંગ્યા હતા. સામેથી કોઈ જવાબ ન મળતા પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જાણી કમલેશ હળપતિએ પ્રથમ સાયબર હેલ્પ લાઈનમાં ફરિયાદ કરી હતી.અને ત્યારબાદ મહુવા પોલીસ મથકે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

Related Articles

Back to top button