માંડવી
માંડવીનો યુવાન કાકરાપાર નહેરમાં હાથ પગ ધોવા ગયો; અને ધસમસ્તા પ્રવાહમાં તણાયો
કાકડવા ગામની સીમમાં મૃતદેહ મળી આવ્યો

માંડવી નગર ખાતે રહેતો યુવાન આજે બપોર પછી કાકરાપાર નહેરમાં હાથ પગ ધોવા ગયો હતો ત્યાં અચાનક નહેરમાં પડી જતા મોત નિપજ્યું હતું.
સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી નગરની મારુતિ નગર સોસાયટીમાં રહેતા સંદીપ અરવિંદભાઈ રાઠોડ (50)જેઓ આજરોજ રૂપણ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર નહેર પર હાથ પગ ધોવા માટે ગયો હતો તે સમયે અચાનક પગ લપસી જતા કાકરાપાર નહેરના પ્રવાહમાં ખેંચાવા લાગ્યો હતો ઘટના અંગેની જાણ માંડવી નગરપાલિકાની ફાયરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નહેરમાં તણાયેલા સંદીપભાઈની શોધખોળ કરી હતી. લાંબી મથામણ બાદ કાકડવા ગામની સીમમાંથી સંદીપભાઈની લાશ મળી આવી હતી. માંડવી પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. કાકરાપાર નહેરમાં હાથ પગ ધોવા ગયેલો યુવાન નહેરના ધસમસ્તા પ્રવાહમાં તણાયો હતો.




