તાપી
વાલોડના 26 વર્ષીય યુવકે મીંઢોળા નદીમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
યુવક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હતો

વાલોડ તાલુકાના તિતવા ગામેથી પસાર થતી મીંઢોળા નદીમાં એક યુવકે છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ વાલોડ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
તાપી જિલ્લાના વાલોડ માંથી પસાર એક નદીમાં 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર નદીમાં જમ્પ્લાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં યુવક સુરત શહેરમાં રહેતા હોવાનું પ્રાથમિક તબ્બકે બહાર આવ્યું. જ્યારે યુવકની તપાસ કરતા તેના ખિસ્સા માંથી GMRS સરકારી મેડિકલ કોલેજ હિંમતનગરનો આઈકાર્ડ મળી આવ્યો હતો. જોકે પોલીસે વધુ તપાસ કરતા ડો. દિવ્યેશ નરેન્દ્ર ગામીત સુરત smc સંચાલિત હોસ્પિટલમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ગત દિવસો દરમિયાન પરિવાર દ્વારા સુરત સીટીમાં ગુમ થયા અંગેની ફરિયાદ આપી હતી. હાલ વાલોડ પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ સહિતની અન્ય કાર્યવાહી હાથ ધરી હતી.




