ઓલપાડ
ઓલપાડના સિયાદલા ગામે ઝાડ સાથે દોરડું બાંધી યુવકે ગળે ફાંસો ખાધો

ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામની સીમમા ઝાડની ડાળી પર દોરડું બાંધી 22 વર્ષીય યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે કીમ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના સિયાદલા ગામે મિનાબેન તે પ્રકાશભાઇ લલ્લુભાઇ પટેલની વિધવાનું ખેતર છે. જે ખેતરના શેઢા ઉપર જાબુડાનું ઝાડ આવેલ છે. ગામમાં રહેતા પ્રિતેશભાઇ પ્રવીણભાઇ ગામીત (22) વર્ષ આઠ મહિના રહે-સ્યાદલા ગામ હળપતીવાસ નવી કોલોની તા.ઓલપાડ જી.સુરત કોઇ અગમ્ય કારણસર સુતરાઉના દોરડા વડે પોતે પોતાના ગળે બાધી જાબુડાના ઝાડની ડાળી સાથે લટકી ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.




