વીજ કામગીરી દરમિયાન અચાનક પાવર રિટર્ન થતાં જીવલેણ ઘટના સર્જાઇ
દેગામા ગામમાં નવું જોડાણ આપી રહેલાયુવકને કરંટ લાગતા પોલ પર જ ચોંટી ગયો

તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાદેગામા ખાતે આવેલ ધોધિયા ફળિયામાંનવી વીજલાઈન ઉપર વીજ જોડાણની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી હતી. આ દરમિયાન બંધરપાડા ખાતે રહેતા અને હાલ કોન્ટ્રાક્ટર સાથે કામગીરી કરવા આવેલ વીનેશભાઈ જશવંતભાઈ કોંકણીનાઓ ઉમર વર્ષ 21 બંદરપાડા – બેડવાળથીઆજે સવારે વીજ લાઇનની કામગીરી કરવા દેગામા ખાતા આવ્યા હતા, જ્યાં3:30 કલાકે અગમ્ય કારણોસર પાવર રીટર્ન આવતા કામગીરી કરી રહેલ વિનેશભાઈને વીજ કરંટ લાગેલ હતો.વીજ પ્રવાહ સાથે સંપર્ક થતાં થાંભલા ઉપર જ વિનેશભાઈ ચોંટી જઈ બેભાનથઈ ગયા હતા. સ્થળ પર હાજર અન્ય કામદારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને તેમના માણસો દ્વારા વીજ પ્રવાહબંધ કરી થાંભલા ઉપર ચઢી જઈ વિનેશભાઈને નીચે ઉતારવામાં આવ્યા હતા અને તાત્કાલિક દેગામાંથી વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. ફરજ પરના તબીબે વિનેશભાઈને મરણ થયા હોવાનું જાહેર કર્યું હતું. હાલ મરણ અંગે તપાસ બાદ માલૂમ પડશે વીજ પ્રવાહ કઈ લાઈન પરથી પાવર રિટર્ન થયો, પોલીસ ચોપડે હાલ કેસ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.




