વાલોડના બુટવાડામાં ફટાકડા ફોડવા મુદ્દે મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા

વાલોડના બુટવાડા ખાતે આવેલ તુલસી હોટલની નજીક રાત્રિના સમયે ચા પીવા આવેલ હોય અને બેસતુ વરસ હોવાને લીધે ટોકરવા ગામના યુવાનો અને બુટવાડા ગામના યુવાનો આવીને હોટલની નજીક બેસ્યા હતા જે અરસામાં બુટવાડા ખાતે રહેતા પ્રેમ અરવિંદભાઈ હળપતિ તેમના બે મિત્રો સાથે તુલસી હોટેલ સામે ફટાકડા ફોડી રહ્યા હતા.
દરમિયાન વાલોડ તાલુકાના ટોકરવા ગામના હેમંત અનિલ હળપતિ અને મયુર અનિલ હળપતિ સહિત 6 જેટલા વ્યક્તિઓ પ્રેમ હળપતિ સહિત ત્રણ વ્યક્તિઓ તરફ ફટાકડા ફેંકી ફોડી રહ્યા હતા. જે બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી. તેમજ મયુર હળપતિની મારુતિ ફંટી ગાડીના દરવાજા ઉપર ખુરશી જોર જોરથી મારવામાં આવી હતી અને ગાડીને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ મયુરભાઈ અનિલભાઇ હળપતિએ મારૂતિ ફન્ટી ગાડીમાંથી ચાવીની કિચેઇનમા રાખવાનુ નાનુ ચપ્પુ કાઢી લાવી પ્રેમ હળપતિના પેટના ભાગે એક ઘા મારી પ્રેમભાઈને ઈજા પહોંચાડવામાં આવી હતી. જે બનાવ બનતા પ્રેમ હળપતિને વાલોડ ખાતે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પેટમાં ચાકુ લાગવાને કારણે વ્યારા ખાતે તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ સમગ્ર મામલો વલોડ પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રેમ હળપતિને શરીરે ઈજા પહોંચતા તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધા વી હતી.જેમાં પ્રેમ હળપતિએ 6 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી અને મયુર હળપતિએ પ્રેમ હળપતિ સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વાલોડ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તુલસી હોટલ ઉપર ચા પીધા બાદ ફટાકડા ફોડવા બાબતે ફિલ્મી ઢબે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એક યુવાનને પેટના ભાગે ચાકુ હુલાવી દેતા દોડધામ મચી હતી. તુલસી હોટેલ પર રાત્રે મોડે સુધી બેસી રહેતા યુવાનો સામે લાલ આંખ કરવી જરૂરી છે. આરોપીઓ પૈકી એક આરોપી દારૂના કેસમાં થોડા સમય અગાઉ પોલીસ ચોપડે કેસ નોંધાયો હતો તે વ્યક્તિ જ મારામારીના કેસમાં સંડોવાયો હતા. આવા માથાભારે યુવાનો સામે પોલીસે ઉગતા જ ડામી દેવા કડક પગલાં લેવા જરૂરી છે.



