માંગરોળ
માંગરોળના રટોટી ગામની સીમમાં આવેલી સ્ટોન ક્વોરીની ખાણમાં કુદકો મારનાર યુવક ડૂબ્યો

માંગરોળના રટોટી ગામની સીમમાં આવેલી સ્ટોન ક્વોરીની ખાણમાં એક ઘટના સામે આવી છે. રટોટી ગામના રસિકભાઈ રવજીભાઈ ચૌધરી નામના યુવકે મિત્રો સાથે નહાવા માટે ખાણમાં ગયા હતા, જ્યાં તેમણે 40 ફૂટની ઊંચાઈએથી પાણીમાં કુદકો માર્યો હતો.
દુર્ભાગ્યવશ, કુદકો માર્યા બાદ યુવક પાણીમાંથી બહાર ન આવતા તેમના મિત્રોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગામના પૂર્વ સરપંચ પ્રકાશભાઈ ગામીત સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ફાયર વિભાગની ટીમે તરત જ ઊંડા પાણીમાં યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. જો કે, કલાકોની મહેનત છતાં યુવકનો મૃતદેહ મળી શક્યો નથી. બચાવ કામગીરી ચાલુ છે અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.



