ઉમરપાડા

ઉમરપાડાની ઘાણાવડ તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં AAP ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું

ગંગાબહેન વસાવાએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી

ઉમરપાડાની ઘાણાવડ તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) તરફથી ગંગાબહેન શૈલેષભાઈ વસાવાએ વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રથમ વખત છે, જ્યારે ઉમરપાડામાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે.

મોટી સંખ્યામાં એકત્રિત થયેલા કાર્યકરો અને સમર્થકો સાથે ઉમેદવાર ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. કાર્યકરોએ ઉમરપાડા ચાર રસ્તા પાસેથી રેલી સ્વરૂપે ઉમેદવારી નોંધાવવા સુધીની યાત્રા કરી હતી.

આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, માંગરોળ વિધાનસભાના પ્રમુખ સ્નેહલભાઇ વસાવા, માંગરોળ તાલુકા AAP પ્રમુખ શિરિષભાઇ ચૌધરી, ઉમરપાડા તાલુકા AAP પ્રમુખ રણજીતભાઇ વસાવા, સિનિયર આગેવાન જગતસિંહભાઇ વસાવા અને અખીલભાઈ ચૌધરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવાર ગંગાબહેન વસાવાએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેને સમર્થકોએ પણ વધાવી લીધો હતો.

Related Articles

Back to top button