ભરૂચ

નેત્રંગમાં 13મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળોની કીટ આર્દશ નિવાસી શાળામાં એક વર્ષથી ધૂળ ખાઈ રહી છે

નેત્રંગ તાલુકાના આદિવાસીઓ સ્વરોજગાર મેળવે એ માટે જે-તે લાભાર્થીઓને ટૂલ કિટ વિતરણ કરવાની હતી પરંતુ એક વર્ષથી નેત્રંગ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની જર્જરીત હોસ્ટેલના એક બંધ રૂમમાં પડી પડી ધૂળ ખાઈ રહી છે. જ્યારે હાથલારીઓ બહારના ભાગમાં વિતરણની રાહ જોઈને પડી રહી છે. ગરીબ કલ્યાણની નીતિ, સર્વાંગી વિકાસની વાતો તો કરવામાં આવે છે પરંતુ જમીની હકીકત કંઇક જુદી જ છે. છેવાડાના માનવીને આર્થિક વિકાસના સપના બતાવવામાં આવે છે પરંતુ આવા છેવાડાના લોકોનું ખરેખર કલ્યાણ થાય છે ખરું એ વિચાર માંગી લે છે. સ્વરોજગાર માટે ગરીબ કલ્યાણ મેળા થકી ટૂલ કિટનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ ગરીબોની રીતસર મજાક કરવામાં આવી હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. ક્યાંક હલકી કક્ષાની કિટ તો ક્યાંક જૂની કિટ ભંગારના ગોડાઉનમાં પડી પડીને સડી રહી હોવાનું બહાર આવ્યું છે.

13મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ગત વર્ષ યોજાયો હતો જેમાં આ વિભાગ થકી નેત્રંગ તાલુકાના છેવાડાના ગરીબ આદિવાસીઓ સ્વરોજગાર મેળવે એ માટે જે-તે લાભાર્થીઓને ટૂલ કિટ વિતરણ કરવાની હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી નેત્રંગ ખાતે આવેલી આદર્શ નિવાસી શાળાની જર્જરીત હોસ્ટેલના એક બંધ રૂમમાં પડી પડી ધૂળ ખાઈ રહી છે. જ્યારે હાથલારીઓ બહારના ભાગમાં વિતરણની રાહ જોઈને પડી રહી છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર થકી ગરીબ કલ્યાણ મેળા યોજી લોકોના સર્વાંગી વિકાસનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આ યોજનાઓનો લાભ આમ જનતાને મળે છે કે કેમ તે જોવાની કે તપાસ કરવાની પદાધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓને પડેલી નથી. ફક્ત એક દિવસ માટે જિલ્લાનો સૌથી મોટો ગરીબ કલ્યાણ મેળો યોજી ફોટોસેશનની કામગીરી કરવામાં આવતું હોવાની બૂમો ઉઠી છે. આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી થવી જરૂરી બની છે.

Related Articles

Back to top button