કામરેજ ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની સુચના: “એપીએમસીના સભાસદોના સુ.ડી.કો બેંકમાં ખાતા ખોલવા”

સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની મુખ્ય ઉપસ્થિતિમાં કામરેજના દલપત રામા ભવન ખાતે ગત રોજ બપોરે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત ડી.કો.બેંકના સીઇઓ મહાવીરસિંહ દ્વારા સમીક્ષા સહિત રજૂ થયેલી પીપીટી મારફતે કામગીરીનો ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. સહકારથી સમૃદ્ધિના વિઝન અંતર્ગત દેશભરની સહકારી સંસ્થાઓના પાયા મજબૂત કરવા સહકાર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે.
સહકારી ક્ષેત્રે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસ કાંઠા અને પંચમહાલ જિલ્લામાં “સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ” સ્વરૂપ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે જેની સફળતા બાદ રાજ્યના તમામ જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવશે. આવનાર 15 ઓગસ્ટ સુધીમાં સહકારી સંસ્થાઓ તેમજ દૂધ સંઘ સાથે જોડાયેલી તમામ દૂધ મંડળીઓ સહિત એપીએમસીના સભાસદોના સુ.ડી.કો બેંકમાં ખાતા ખોલવાની સૂચના પણ આપવામાં આવી ચૂકી છે.
સુ.ડી બેંક પ્રમુખ બળવંત પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે દૂધ મંડળી સાથે પ્રત્યક્ષ,પરોક્ષ રીતે જોડાયેલી સુરત જિલ્લાની 838 ગ્રામ પંચાયતો વાળા 1,58,496 ખેડૂતો,પશુપાલકો પૈકીના 1,50,570 જેટલા પશુપાલકોના સુ.ડી કો બેંકમાં ખાતા ખોલી દેવાયા છે.જેની 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.72 મંડળીમાં 72 બેંક મિત્રોની નિયુક્તિ કરી દેવામાં આવી છે.473 પ્રમાણે નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપી દેવામાં આવ્યા છે.74 જેટલા માઇક્રો એટીએમ શરૂ કરવામાં આવ્યા છે. તમામ સભાસદોના ખાતા સહકારી બેંકમાં હોવાથી સહકારી બેંક મજબૂત બને તેમજ ગામડાના લોકોને ખરીદી સહિત અન્ય વસ્તુ માટે રોકડ રકમની જરૂરિયાત ના પડે ક્રેડિટ અને રૂપે કાર્ડથી ખરીદી કરી શકે એ માટે પોતાના ગામની મંડળીમાં જ સુવિધાના રૂપે આગામી સમયનું આયોજન કરવામાં આવનાર છે. જગદીશ વિશ્વકર્મા, સહકાર મંત્રી સહકારીતા વિભાગ ની જવાબદારી અમિત શાહને સોંપવામા આવી છે. જેમના દ્વારા 54 થી વધુ નિર્ણય સહકારી સંસ્થા વિશે લેવાયા. તમામ સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરવી મંડળી દ્વારા બે કે ત્રણ જ કરવામાં આવતા કામોથી પણ વધુ 17 જેટલા કામો સહકારી મંડળી કરી શકે.જેમકે કોઈ પણ ગામની મંડળી ગેસના બોટલ વેચાણ કરે,પેટ્રોલ પંપ,ગોડાઉન,રેલ્વે તેમજ પ્લેન ટીકીટ બુકિંગ,લાઇટબીલ સહિતની 17 કામગીરીનો ઉમેરો કરાયો છે.જેનાથી બનાસકાંઠા પંચમહાલ ખૂબ મોટી સફળતા મળી જેમાં 2 મહિનામાં જ 4.78 લાખ જેટલા બેંક ખાતા ખુલ્યા ₹.965 કરોડની ડિપોઝિટ જિલ્લામાં જમાં થઈ જેના અખતરા રૂપે વલસાડ, સુરત અને તાપી જિલ્લામાં મીટીંગ કરવામાં આવી છે.




