વાંસદામાં આદિવાસી દિને ફરી હુંકાર, 21મી એ ભારત બંધના એલાનને ધારાસભ્યનું સમર્થન

વાંસદા તાલુકાના ગામેગામથી આદિવાસીઓએ વાંસદામાં ભેગા થઈ કુંકણા સમાજ ભવનથી રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. આ રેલીમાં આદિવાસી વાજિંત્રોની સાથે સાથે ડીજે અને બેન્ડવાજા પર પણ લોકો હર્ષોલ્લાસથી આદિવાસી ગીતો પર ઝૂમતા જોવા મળ્યા હતા. જેમ કે, પરંપરાગત વેશભૂષામાં લોકો, આદિવાસી વાજિંત્રો વગેરે જોવા મળ્યા હતા. વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમા વાંસદા નગરમાં ઐતિહાસિક જનસેલાબ જોવા મળ્યો હતો. બહુલ આદિવાસી વાંસદા તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વેષભૂષા અને વાજીંત્રો સાથે હજારો લોકોએ ભેગા થઈ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને રંગારંગ ઉજવણી કરી હતી. વાંસદાના આદિવાસી કુંકણા સમાજ ભવનથી નીકળી વાંસિયા ભીલ સર્કલ એટલે વાંસદા ચાર રસ્તા સર્કલ વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં સૌપ્રથમ આદિવાસી દેવા ડુંગરદેવ નાગદેવ બળીયાદેવ સહિત દેવી-દેવતાઓની પૂજા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત વાંસદાના ધારાસભ્ય અને આગેવાનોએ આદિવાસીઓના વર્ગીકરણના મુદ્દે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને લઈ 21મીએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું હતું.
વાંસદા તાલુકામાં વધી રહેલા દારૂ, જુગારના દુષણમાં અનેક યુવાનો હોમાય રહ્યા છે. જેને લઈ આદિવાસી દિવસની ઉજવણીમાં રેલી દરમિયાન વાંસદા તાલુકામાં દારૂ, જુગારના દુષણને નાથવા આદિવાસી યુવાનો અને આગેવાનો દ્વારા દારૂ, જુગારનું બેનર વાંસદા પોલીસ મથકની બહાર મૂકી વાંસદામાં દારૂ-જુગારના દુષણને નાથવા માટે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં પોલીસ વચ્ચે પડી યુવાનોને ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય એ બાબતે સમજાવ્યા હતા.




