ડાંગ
ડાંગ દક્ષિણ વન વિભાગમાં વહીવટી કોકડુંમાં ગુચમાં પડ્યું

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ જેઓ ગતરોજથી સીએલ રજા પર ઊતરી ગયાં છે. તેમના સહાયક એસીએફ મીના ટ્રેનીંગમાં ગયા છે. એસીએફ આરતીબેન ભાભોર કોઈ કેસમાં બહાર ગયા છે. જેનાં કારણે ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગની કચેરીમાંજવાબદાર અધિકારી ન હોવાથી અનેક અરજદારો અટવાઈ રહ્યાં છે. બીજી તરફ ડીએફઓ અને એસીએફ જિલ્લામાં હાજર ન હોવાથી વૃક્ષો તેમજ જંગલી પ્રાણીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયાં છે.
હું મારી ટીમના ACFને મોકલું છું સાત દિવસથી વધારે દિવસ માટે રજા પર જાય તો તેનો ચાર્જ બીજા અધિકારીને આપી શકાય છે. જવાબદાર અધિકારી હોવા જરૂરી છે. હું મારી ટીમના એસીએફને ડાંગમાં મોકલું છું.-એસ.મુનીશ્રવર રાજા, મુખ્ય વન સંરક્ષક અધિકારી




