માંડવી

રીસરફેન્સીંગ ઓફ ખોડંબા પાતલ રોડ બનાવ્યા ના બે મહિનામાં માલની ગુણવત્તાનું રીઝલ્ટ પ્રજાએ નિહાળ્યું.

માંડવી તાલુકાના ખોડાંબા ગામથી પાતલ સ્ટેશન 0/0 થી 5/7 કિલોમીટર સુધી લંબાઇ ધરાવતો રસ્તો રિસર ફેન્સીંગ ઓફ વેરિયસ રોડ બનાવવામાં આવ્યો હતો.

આજ0 રસ્તો સને-2023 / 24 ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. જેનો કરારનામાં નંબર : બી /1-2 59ઓફ 2023-24 મુજબ છે. તે કામગીરી કરવાનો સમય ગાળો તારીખ : 12/03/2024 થી તારીખ : 11/09/2024 છે. ત્યારે પાતલ ગામની અંદર આ રસ્તો બે મહિનાની અંદર જ ખોદાય જવા પામ્યા છે. પાતલ ગામમાં જે રસ્તા પર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે. હાલમાં નવો બનેલ રસ્તો હોવા છતાં ખાડા પડી ગયા હોય, ત્યારે સ્થાનિક લોકોને રોડ મટેરિયલ માલની ગુણવત્તાનો ભાન કરાવ્યું હોય, તેવું જણાય છે. આ રસ્તો ખોડંબા થી પાતલ આવતા બે જગ્યાએ કોંઝવે ટાઈપ ગરનાળા ઉપર ડામર વાળુ મટીરીયલ જે.સી.બી થી ખોદી નાખી કાઢી નાખવામાં આવેલ છે. ત્યારે ચાર પાંચ જગ્યાએ વધુ પડતા મોટા ખાડા પડી જવા પામ્યા છે. ત્યારે આ રસ્તો બનાવવામાં માલની ગુણવત્તાને લઈ રસ્તો ખોદાયો હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે કે સદર રસ્તા પરના કોન્ઝવે પર તાકીદે પીસીસી કામ કરવામાં આવે અને રસ્તા પરના ખાડાઓ વહેલી તકે પૂરવામાં આવે. અને રસ્તો બનાવનાર એજન્સી કાછડીયા કન્ટ્રક્શન જેમના દ્વારા બનાવવામાં આવેલ નવા બનેલ રસ્તા પર ખાડા પડી જવાના કારણે જે તે જવાબદાર એજન્સી ની ડિપોઝિટ જમા લેવામાં આવે અને જવાબદાર એજન્સી તરફથી જ્યાં સુધી રસ્તો બનાવવામાં ન આવે ત્યાં સુધી તેઓના બાકી બિલ પેટે ના નાણાં અટકાવવામાં આવે . તેવી લોકોને માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button