માંડવી

ટ્રાન્સપરન્સી ન્યુઝના અહેવાલમાં તારીખ ૮ ઓગષ્ટ ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ સમાચારનું પરિણામ

રીસરફેન્સીંગ ઓફ ખોડંબા પાતલ રોડ બનાવ્યાના બે મહિનામાં માલની ગુણવત્તાનું રીઝલ્ટ પ્રજાએ નિહાળતા તા.10/8/2024 ની વહેલી સવારથી જવાબદાર એજન્સી કામે લાગી.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાના ખોડાંબા ગામથી પાતલ સ્ટેશન 0/0 થી 5/7 કિલોમીટર સુધી લંબાઇ ધરાવતો રસ્તો રિસર ફેન્સીંગ ઓફ વેરિયસ રોડ બનાવવામાં આવ્યો હતો.

સદર રસ્તો સને-2023 / 24 ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો. જેનો કરારનામાં નંબર : બી /1-2 59ઓફ 2023-24 મુજબ છે. તે કામગીરી કરવાનો સમય ગાળો તારીખ : 12/03/2024 થી

તારીખ : 11/08/2024 છે. ત્યારે પાતલ ગામની અંદર આ રસ્તો બે મહિનાની અંદર જ ખોદાય જવા પામ્યા છે. પાતલ ગામમાં જે રસ્તા પર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા છે. હાલમાં નવો બનેલ રસ્તો હોવા છતાં ખાડા પડી ગયા હોય, ત્યારે સ્થાનિક લોકોને રોડ મટેરિયલ માલની ગુણવત્તાનો ભાન કરાવ્યું હોય, તેવું જણાય આવ્યું હતું. આ રસ્તો ખોડંબા થી પાતલ આવતા બે જગ્યાએ કોંઝવે ટાઈપ ગરનાળા ઉપર ડામર વાળુ મટીરીયલ જે.સી.બી થી ખોદી નાખી કાઢી નાખવામાં આવેલ છે. ત્યારે ચાર પાંચ જગ્યાએ વધુ પડતા મોટા ખાડા પડી જવા પામ્યા છે. ત્યારે આ રસ્તો બનાવવામાં માલની ગુણવત્તાને લઈ રસ્તો ખોદાયો હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ ન્યુઝ ટ્રાન્સપરન્સીના અહેવાલમાં પ્રસિદ્ધ કરાતા તંત્ર દોડતું થયું હતું. આજરોજ વહેલી સવારથી જ જે જવાબદાર એજન્સી મારફતે પાતલ ગામ થી રસ્તા પર ઠીગળા મારવાનું કામગીરી ચાલુ કરી દીધી છે.ત્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે. કે સદર રસ્તા પરના કોન્ઝવે પર પણ પીસીસી કામ કરવામાં આવે. અને રસ્તામાં સારી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી રસ્તો રીપેર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોને માંગવા પામી છે.

Related Articles

Back to top button