તાપી

તાપીના કુકરમુંડામાં મોદલા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ બંધ થતાં ગ્રામ પંચાયત ભવનના નવા મકાનનું કામ અધ્ધરતાલ

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ મોદલા ગામ ખાતે મનેરેગા યોજના અંતર્ગત આશરે વર્ષ 2022/23માં અંદાજિત 13 લાખથી પણ વધુના ખર્ચે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવવામાં અંગે મંજુરી મળી હતી. જે ગ્રામ પંચાયતનું નવું મકાનને બનાવવા અંગેની કામગીરી એજન્સીને સોંપવામાં આવેલ છે.પરંતુ આ લેભાગું એજન્સી પોતાની જ મનમાની મુજબ કામ કરતી હોવાના કારણે ત્રણેક વર્ષ જેટલો સમયગાળો પસાર થઈ જવા છતાં પણ ગ્રામ પંચાયતનું નવું મકાનની કામગીરી હજુ સુધી પૂર્ણ થઇ નથી.

મોદલા ગામ ખાતે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવતી.લેભાગુ એજન્સી દ્વારા મકાન બનાવવાની કામગીરીને મનફાવે ત્યારે ચાલુ કરે છે. અને મનફાવે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે મકાનનું બાંધકામ અધ્ધર તાલ જોવા મળી રહ્યું છે. જોકે લેભાગુ એજન્સીને વહેલી તકે નવું મકાનની કામગીરી પૂર્ણ કરવા અંગે કુકરમુંડાના મનેરેગા શાખા તરફથી નોટીસ પણ આપવામાં આવેલ છે.તેમ છતાં લેભાગુ એજન્સી આંખ આડા કાન કરી રહ્યી છે.ઉલ્લેખનીય એ છે.કે,જે તે સમયે એજન્સીએ નવું મકાન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે બાદ મનેરેગા શાખા દ્વારા એજન્સીને અંદાજિત 35 થી 40 ટકા જેટલું બિલનું પણ ચુકાવણું કરી દેવામાં આવ્યું હતું. છતાં પણ લેભાગુ એજન્સીએ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતના મકાનની કામગીરી અધૂરું મુકીને રફ્યુંચક્કર થઇ ગયેલ છે. તેવું જાણવા મળેલ છે. ગ્રામ પંચાયતનું મકાનનું બાંધકામ અધૂરું હોવાના લીધે.મોદલા ગ્રા. પં. ના તલાટીક્રમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના ઓપરેટર મોદલા ગ્રામ પંચાયતમાં સમાવેશ વેશગાવ ગામે રાજીવ ગાંધી ભવનમાં બેસીને મોદલા, વેશગાવ, ચીખલીપાડા ગામોના લોકોને જન્મ મરણની નોંધણી કરવા, પેઢીનામું બનાવી આપવા, આવક-જાતિના દાખલા, જન્મ – મરણ દાખલા કાઢી આપવા સહીત ગ્રામ પંચાયતને લાગતી વિવિધ કામગીરી કરવા માટે મજબુર બન્યા છે. હોવે મોદલા ગ્રામ પંચાયતનું અધૂરું બનેલ મકાનને પૂર્ણ કરવા જવાબદાર તંત્ર આગળ શું ? કાર્યવાહી કરે છે. એ તો આવનાર સમયમાં જ સામે આવે તેમ છે.

Related Articles

Back to top button