ડાંગ

આહવા ડેપોની ગુરૂવારે સવારે સોનુનિયાથી આહવા જવા નીકળેલી બસનું જોગબારીનો ઘાટ ચડી અને ઉતરતી વખતે ટાયર ફાટયું

આહવા ડેપોની ગુરૂવારે સવારે સોનુનિયાથી આહવા જવા નીકળેલી બસનું ટાયર જોગબારીનો ઘાટ ચડી અને ઉતરતી વખતે ફાટી ગયું હતું. જેને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી સર્જાઇ હતી. સદનસીબે બસ સરંક્ષણ દિવાલ સાથે અથડાઇને થંભી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

સોનુનિયાથી આહવા જવા નીકળેલી બસ (નં. જીજે-18- ઝેડ-2925)માં ગુરૂવારે અજીબોગરીબ ઘટના બની હતી.એસટી બસ જોગબારીનો ઘાટ ચડી અને ઉતરતી વખતે બસનો ડ્રાઈવર પાસેનું ટાયર ચાલુ ગાડીએ ફાટી ગયું હતું. બસમાં અચાનક જ અવાજ આવતા તમામ મુસાફરોની ચીચીયારીથી વાતાવરણ ગૂંજી ઉઠી અફરાતફરી સર્જાઇ હતી ટાયર ફાટી જતા બસ 15 મીટર ઢસડાઈને સંરક્ષણ દિવાલ સાથે અથડાઈને થંભી જતા મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે આહવા બસ ડેપોના મેનેજર દિવસેને દિવસે બસની સારી સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ જઈ રહ્યા છે તેવી ચર્ચાઓએ દુર્ઘટના બનતા વેગ પકડ્યું છે.

આહવા ડેપો મેનેજર દ્વારા બસની ગુણવત્તા ઉપર કોઈ પણ પ્રકારની કામગીરી કરાતી નથી. સોનુનીયા આહવા બસ વારંવાર બ્રેકડાઉન થવાના અહેવાલો અખબારમાં પ્રસિદ્ધ થવા છતાં ડેપો મેનેજર દ્વારા બસનું કોઈપણ જાતનું મેઇન્ટેનન્સ કરાતું નથી અને આજે મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આવનાર દિવસોમાં આહવા ડેપોના મેનેજર સહિત મેઇન્ટેનન્સ સ્ટાફ સામે કાયદેસરના પગલાં ન ભરાય તેવી માગ ઉઠી છે. ડાંગનાં સમાહર્તા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી એસટી વિભાગ સામે લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે.

Related Articles

Back to top button