માંડવી

સુરતની જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઇ

શિબિરમાં હ્રદય, દાંત, આંખ, હાડકાં અને ચામડી સહિતના રોગના કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી

સુરતના માંડવી તાલુકાના જામકુઈ સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના ઉપસ્થિતિમાં ઓમ સુરવયમ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જનરલ સર્જરીના ૩૦, મેડીસીનના ૬૦, ઈસીજીના ૧૦, ઓર્થોપેડીક ૮૦, ડેન્ટલ ૩૦, સ્કિન ૨૫, આઈ કેટરેક્ટ સર્જરી, ૪૦ અને ચશ્માના ૧૦૦ મળી કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી હતી.

તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, વી કેર કોલેજ ઓફ નર્સિંગ, ઓમ આર્યામ ટ્રસ્ટ અને કરુણા ફાઉન્ડેશન બારડોલીના સહયોગથી આયોજિત શિબિરમાં વિના મૂલ્યે કાર્ડિયોગ્રામ અને બ્લડ શુગરની તપાસ, દવા વિતરણ, આંખના નંબર તપાસી ચશ્મા વિતરણ, મોતિયા બિંદુનું ઓપરેશન, દાંતની તપાસ, રાહત દરે ચોકઠાની તપાસ અને અન્ય ઓપરેશન જેવી સેવાઓ આપવામાં આવી હતી.

સર્વરોગ નિદાન શિબિરમાં ડૉ. ખુશાલ દેસાઈ, ડૉ.રંજનબેન દેસાઈ, ડૉ.મનસુખભાઈ, ડૉ.નટવર વસાવા, ડૉ. આનંદ પટેલ, ડૉ.અમી પટેલ, ડૉ. બિપિન પટેલ અને ડૉ.અતુલ દેવાએ સારવાર આપી હતી.

Related Articles

Back to top button