ડાંગ

વઘઇ તા.પં.ના મનરેગા વિભાગમાં આસિ. પ્રોગ્રામ ઓફિસર જોહુકમી ચલાવી રહ્યાંની લેખિત રાવ

વઘઇ તાલુકા મનરેગા યોજનામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પરિમલ સોલંકી સામે લેખિત ફરિયાદ વઘઇ તાલુકા મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓએ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન, તાલુકા પચાયત પ્રમુખ ચંદરભાઈ તથા ડાંગ જિલ્લા કલેકટરને કરી હતી.

લેખિત ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે આસિ. પ્રોગ્રામ ઓફિસર જોહુકમી ચલાવી રહ્યાં છે અન ઊદ્ધતાઇભર્યું વર્તન કરી માનસિક ત્રાસ આપે છે. ગ્રામ પંચાયત લેવલેથી વારંવાર રૂપિયાની ઊઘરાણી કરાવી ખોટી ખોટી માંગણી કરે છે, જો રૂપિયા ન આપે તો ગાળો આપી નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે.

નાણાંકીય વર્ષ-2024-25 પહેલાં વઘઇ તાલુકા પંચાયતનું સુબીર તાલુકા પંચાયત કરતાં સારૂ હતું પરંતુ તેઓ આવ્યા બાદ વઘઇ તા.પં.માં મનરેગાનું કામ નબળું થઈ ગયું છે જે ઓનલાઈન રિપોર્ટમાં દેખાઈ છે. તાજેતરમાં તેમને દરેક કર્મચારીઓ પાસેથી બહુ મોટી રકમ ઊઘરાવી છે. અમારી સાથે સાથે ગ્રા.પં. અને તા.પં.ના પદાધિકારીઓ આ બાબતે ત્રસ્ત છે. તેઓ અગાઉ સરકારી વિભાગોમાં પણ આવી જ રીતે ડખા ઊભા કરીને જે-તે યોજનાની અમલવારીમાં અવરોધ ઊભો કર્યો હતો.

Related Articles

Back to top button