નર્મદા

SOU નજીક ટ્રાયબલ મ્યુઝિયમ માટી કૌભાંડ મામલે ચૈતર વસાવાના આક્ષેપો

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક છેલ્લાં ઘણા વર્ષોથી ધીમી ગતિએ બની રહેલા ટ્રાયબલ મ્યુઝિયમની ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક મુલાકાત લઈ ચાલી રહેલા કામની ચકાસણી કરી હતી. ટ્રાયબલ મ્યુઝિયમનું કામ કેટલા સમયથી મંદ ગતિએ ચાલે છે અને ખોરંભે પડ્યું છે. એ જોઈ ચૈતર વસાવા અકળાયા હતા અને મ્યુઝિયમની કામગીરી વેહલી તકે પુર્ણ કરી પ્રજા માટે ખુલ્લું મુકવા સરકાર સમક્ષ માગ કરી હતી.

પોતાની આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘વારે ઘડીએ અહીં કામ કરતી એજન્સીઓ બદલાયા કરે છે અને કેબિનેટ કક્ષાના મંત્રીઓના સગાને કામ અપાય છે. 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદના તમામ પ્રોજેક્ટો અહીંયા પુર્ણ થયા પણ ટ્રાયબલ મ્યુઝિયમની કામગીરી અધુરી છે. જેથી સરકાર અને અધિકારીઓને ટ્રાયબલ મ્યુઝીયમ પુર્ણ કરવામાં બિલકુલ રસ નથી અને આદિવાસી ઓ માટે ઉદાસીનતા છે. અગાઉ 137 કરોડ અને હાલમાં 258 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા હોવા છતાં ટ્રાયબલ મ્યુઝિયમ ખંડેર હાલતમાં છે, હજુ 30થી 35 ટકા કામગીરી જ પૂર્ણ થઈ છે.’

‘ભુતકાળમાં ટ્રાયબલ મ્યુઝિયમમાં કરોડો રૂપિયાનું માટી કૌભાંડ થયું હતું. આ મામલે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ પણ કરી હતી, પરંતુ આ કૌભાંડમાં ઉચ્ચ સનદી અધિકારીઓ અને ભાજપ નેતાઓના નામો ખુલતા હોવાથી સરકારે આ કેસમાં ભીનું સંકેલી આરોપીઓને છાવરવાનું કામ કર્યું છે.’

‘અગાઉ મેં આ મુદ્દે અને મ્યુઝિયમની કામગીરી વેહલી તકે પૂર્ણ કરવા સરકારમાં રજૂઆત કરી હતી, પરંતુ માટી કૌભાંડ અને ભ્રષ્ટાચારમાં ભાજપ સરકારનાં મંત્રીઓના સગાઓ અને સનદી અધીકારીઓની ભાગીદારી હોવાથી મને કોઈ જવાબ મળ્યો નથી. કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં મ્યુઝિયમનું અગાઉ થયેલું કામ પણ તકલાદી છે. આ અંગે હું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખીને જાણ કરીશ.’

Related Articles

Back to top button