તાપી

People are upset: કુકરમુંડાના મટાવલ ગ્રુપ પંચાયત સરપંચ પતિ ગ્રામજનો સાથે ગેરવર્તન કરતા હોવાના આક્ષેપો સાથે તાલુકા કક્ષાએ આવેધન

કુકરમુંડા તાલુકાના મટાવલ ગામની સીમમાં છેલ્લા ત્રણેક દિવસથી ખૂંખાર દીપડાએ આંતક મચાવ્યો છે. તેમજ દીપડા ગામ સુધી આવી જતા હોવાથી ખૂંખાર દીપડાને પકડવા માટે ગામની સીમમાં પાંજરુ મુકાવવા અંગે મટાવલ ગામના લોકોઓ દ્વારા સરપંચને મળવા ગયા હતા. ત્યારે સરપંચના પતિ દ્વારા ગામના લોકોઓ સાથે ગેર વર્તન કરીને ધાકધમકી આપેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે.

મટાવલ ગામના રહેવાસી બિપિનભાઈ બહાદુરસિંગ પ્રધાનની આગેવાની હેઠળ ગામના આગેવાનો સહીત મોટી સંખ્યામાં યુવાનો ગત મંગળવારના રોજ કુકરમુંડા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ લોકોઓ મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતની ઓફિસ ખાતે કામકાજ અર્થે જતા હોય છે. ત્યારે સરપંચ ભારતીબેનના પતિ ઉપેન્દ્રભાઈ અભદ્ર વર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મટાવલ ગામની સીમમાં છેલ્લા ત્રણેક દિવસથી ખૂંખાર દીપડાઓ આવી જતા હોવાથી દીપડાને પકડવા માટે પાંજરુ મુકાવવા બાબતે ગત રોજ સરપંચ અને તલાટી ક્રમ મંત્રીને ગામના લોકોએ અરજી કરવામાં આવી હતી. ગામના લોકો દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક તરીકે સરપંચની સલાહ સૂચન સહીત આપેલી અરજીના અનુંસંધાને સરપંચના લેટર ઉપર દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની વ્યવસ્થા કરવા અંગે રેંજ ફોરેસ્ટ ઓફિસમાં જાણ કરે તેવી રજૂઆત કરવા માટે સરપંચને ત્યાં ગયા હતા. જોકે મટાવલ ગામની સીમમાં ખૂંખાર દીપડાને પકડવા માટે સરપંચ દ્વારા રેંજ ફોરેસ્ટ વિભાગને પાંજરું મૂકવા અંગે જાણ કરી દેવામાં આવી હતી. પરંતુ સરપંચના પતિ દ્વારા ગામના લોકોઓ સાથે અભદ્ર વર્તન કરીને ધાકધમકી આપી હતી. તેમજ મટાવલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ભારતીબેન હોવા છતાં પણ સરપંચના પતિ પોતે વહીવટ કરતો હોવા અંગેના ગંભીર આક્ષેપો સાથે મટાવલ ગામના લોકોએ આવેદન આપ્યું છે.

Related Articles

Back to top button