નિઝરના હરદુલી ગામે PMAY યોજનાનો સર્વે ડે.સરપંચના પુત્રના કહેવા મુજબ થતો હોવાના આક્ષેપો

નિઝર તાલુકામાં આવેલા મૌજે હરદુલી ગામ ખાતે હાલમાં ચાલી રહેલ. પી. એમ. આવાસ યોજનાના લાભર્થીઓની સર્વેની કામગીરી કરનાર કર્મચારી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પુત્રના કહેવા મુજબ સર્વેની કામગીરી કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે આ હરદુલી ગ્રામ પંચાયતના માજી સરપંચ અમરસિંગભાઈ લાલાભાઈ પાડવી તેમજ પંકજભાઈ મંગુભાઈ ઠાકરે, જયરામભાઈ વાલજીભાઈ ઠાકરે સહીતના લોકોઓ દ્વારા ગત રોજ નિઝર તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત રજુઆત કરવામાં આવી છે.
નિઝરના હરદુલી ગામ ખાતે કરવામાં આવી રહેલ પી.એમ.આવાસ યોજનાના લાભાર્થીની સર્વેની કામગીરી બરાબર કરવામાં આવતી નથી. જેમાં સર્વેની કામગીરી કરનાર કર્મચારી હરદુલી ગામનાં ડેપ્યુટી સરપંચના પુત્ર કહે છે. તેમનુ જ સરવે કરી રહ્યા છે અને ગામમાં બીજા ખરેખર જુના કાચા મકાન ધરાવતા ગરીબ લોકોનો સર્વે કરવામાં આવી રહ્યા નથી.
આ હરદુલી ગ્રામ પંચાયતના માજી સરપંચ સહીતના લોકો દ્વારા ગામમાં પી. એમ. આવાસ યોજનાની સર્વે કરનાર કર્મચારી ઉપર દબાણ કરીને પક્ષપાત કરીને સર્વેની કામગીરી કરાવામાં આવી રહી છે. તેવા ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ ગામમાં પી. એમ. આવાસ યોજનાની સર્વેની કામગીરી કરનાર કર્મચારી નિપક્ષ રીતે ખરેખર કાચા મકાન ધરાવતા ગરીબ કુટુંબ પરિવારોનું સર્વે કરે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરેલ છે.




