માંડવી
માંડવી તાલુકામાં આમલી ડેમ અને લાખી ડેમ છલકાયા

માંડવી તાલુકામાં આમલી ડેમ સિંચાઈ યોજના છે. જેની કુલ જળસંગ્રહશક્તિ 31.876 એમસીએમ છે. આ યોજનાની કામગીરી 1985માં પૂર્ણ થઈ હતી. યોજનાની મહત્તમ પુર સપાટી 116.00 મીટર પર છે. ડેમમાં કુલ 08 મોટા દરવાજા આવેલ છે. ડેમના હેઠવાસમાં ગોડધા વીયરમાંથી અમલસાડી મુખ્ય નહેર નીકળે છે
અમલસાડી મુખ્ય નહેરની શાખાઓ-પ્રશાખાઓ તથા માયનોર સબમાયનોર મળીને કુલ 98.00 કિ. મી. લંબાઇનું કેનલ નેટવર્ક માંડવી તાલુકામાં વિસ્તરેલ છે. જેનાથી માંડવી તાલુકાના ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવેલ છે. માંડવી તાલુકાના લાખ ગામ ખાતે આવેલો લાખી ડેમ સાત ગામો પૈકી 722 હેક્ટર જમીનમાં પાણી પૂરું પાડે છે. લાખી ડેમ પણ સોમવારે છલકાયો હતો અને 74.20 મીટરની ઊંચાઈથી પાણી છલકાયું હતું.




