સાગબારા તાલુકા મથકના બસ સ્ટેશનમાં નાક પકડીને પણ બેસી ન શકાય એવી ગંદકીનું સામ્રાજય
વરસાદની સિઝનમાં સાગબારા તાલુકા મથકે રાહદારીઓ માટેનું એક જ સ્થળ, આસરો મળે એવુ સ્થળ જ ગંદકીના લપેટમાં

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા મથક અંકલેશ્વર – ધુલીયા રોડ પરનું મહત્વનું સ્થળ માનવામાં આવે છે. અહી મોટા પ્રમાણમાં રાહદારીઓ હોય છે. ઉપરાંત સાગબારા તાલુકા મથકે વિધાર્થીઓ,નોકરીયાતો તેમજ દવાખાના કે અન્ય કામકાજ અર્થે આવ-જા કરતાં હોય છે. અને કેટલાંક રાહદારીઓ આંતર રાજય પ્રવાસ કરવા માટે પણ રાહદારીઓ હોય છે. તે તમામ માટે સાગબારા તાલુકા મથકે વરસાદની સિઝનમાં ફકત આસરો લેવા માટેની જગ્યા ફકત બસ સ્ટેશન સિવાય અન્ય જગ્યા ઉપલબ્ધ નથી. પરંતુ દેશમાં ઘણાં સમયથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવાય રહ્યું છે. અને સ્વચ્છતા બાબતની ઘણી ગ્રામસભાઓ પણ થઈ ચુકી છે. અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ગામડે ગામડે સ્વચ્છતાના સુત્રો પણ લખવામાં આવેલ છે. પરંતુ હકીકતમાં સરકાર દ્વારા ઠોકી બેસાડેલ અભિયાનની ઔપચારિકતા જ માની લેવામાં આવેલ છે. કેમકે સ્વચ્છતા ભારત અભિયાનનુ પરિણામ જણાતું નથી. આવો જ ગામડે તો ઠીક પણ ખુદ સાગબારા તાલુકા મથકે બસ સ્ટેશનમાં ગંદકીનું એટલુ સામ્રાજય જોવા મળી રહયુ છે. કે મજબુરીથી રાહદારીઓ વરસાદની મોસમમાં અન્ય આસરાની જગ્યા ન હોવાથી ગંદકીનું ગંદ લેતા બસની રાહ જોતા બેસી રહવુ પડે છે. સાગબારા ગ્રુપ ગ્રામ પંચાયતની અહી કોઈ દેખરેખ જણાતી નથી. તે બાબતથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તે કારણે વહેલી તકે સાગબારા તાલુકા મથકેના બસ સ્ટેશનમાં જામેલી ગંદકી તાત્કાલિક અસરથી નાબુદ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. અગર આ ગંદકી વહેલી નાબુદ કરવામાં નહી આવે તો કેટલાક લોકો રોગચાળા ના શિકાર બનશે. તેમા બેમત નથી.




