બારડોલી

બારડોલી નજીક ધુલિયા રોડ પર બાયપાસ કટ પાસે મહારાષ્ટ્ર એસટી બસ ચાલકે નશામાં ટ્રક પાછળ અથડાવી

બારડોલી નજીક ધુલિયા રોડ પર બાયપાસ કટ પાસે મહારાષ્ટ્ર એસટી બસના ચાલકની બેદરકારીને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બસ ચાલક પીધેલી હાલતમાં હોવાથી તેણે આગળ જતા ટ્રક સાથે બસને અથડાવી દીધી હતી. જોકે, નસીબજોગે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વાપીથી મહારાષ્ટ્રના તલોડા જતી મહારાષ્ટ્ર એસટી બસ નંબર એમએચ 20 બીએલ 3046 ના ચાલક રાજૂભાઈ દેવાનજી વળવી (રહે ભરડું, તા. નવાપુર, જી. નંદુરબાર, મહારાષ્ટ્ર)એ બારડોલીથી વ્યારા જતાં માર્ગ પર સર્વિસ રોડ પરથી હાઇવે પર બસ ચઢાવતી વખતે આગળ ચાલતા ટ્રક સાથે બસને ધડાકાભેર અથડાવી દીધી હતી. પોલીસ તપાસમાં બસ ચાલક પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button