નર્મદા

ખૈરપાડા ગામે આંગણવાડી કેન્દ્રો -૧ અને ૨ વહીવટીતંત્રની બેજવાબદારીથી ૯-૧૦ વર્ષમાં જ જર્જરિત થતાં બાળકો મજબુરીથી કાચા ઘરમાં ભણવા મજબૂર

ખૈરપાડા ગામે આંગણવાડીના કેન્દ્ર -૧ ના બાળકો ભાડાના ઘરમાં, કેન્દ્ર -૨ નું હાલમાં કામ ચાલુ પણ ઢોંગ વગરનું; વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોની ભ્રષ્ટાચારી મિલીભગતના પરિણામે આંગણવાડીના નિર્દોષ બાળકો વેઠે છે.

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખૈરપાડા ગામે વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોના ભ્રષ્ટ નિતિના કારણે નિર્દોષ બાળકોને કાચા ઘરમાં બેસી ભણવાનો વારો આવ્યો છે.

પ્રાપ્ત માહિતીનુસાર ખૈરપાડા ગામે આંગણવાડીની બહેનો અને ગામ લોકોની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે, ખૈરપાડા ગામે કેન્દ્ર નંબર – ૧ નું પાકું મકાન સને ૨૦૧૧-૧૨માં બનાવવામાં આવ્યું હતું. અને કેન્દ્ર નંબર – ૨ના પાકુ મકાન પણ સને ૨૦૦૯-૧૦ ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. પરંતુ વહીવટીતંત્રની બેજવાબદારી અને કોન્ટ્રાકટરોની ભ્રષ્ટનિતિના પરિણામે કેન્દ્ર -૧ બે વર્ષ પહેલાં અને કેન્દ્ર -૨ દોઢ વર્ષ પહેલાં જર્જરિત થઇ જતાં બંન્ને કેન્દ્રો ખાનગી ભાડાનાં કાચા ઘરોમાં આંગણવાડી બહેનોને બાળકોને ભણાવવાનો વારો આવ્યો છે. તેમ છતાં ગામ લોકોની રજૂઆતના પરિણામે કેન્દ્ર – ૧ નું એક વર્ષ પહેલાં કામ ચાલુ કર્યું અને પાયાલેવલ સુધી બોગસ કામ કરતાં ગામ લોકોની રજુઆતથી અને અયોગ્ય માપ વગર તથા લોકેશન વગર બનાવતાં તે પાયો ફરીથી બનાવવા તોડી નાખવામાં આવ્યો હતો. તે પછી હાલ સુધી કોઈ જ કામ કોન્ટ્રાકટર દ્વારા હાથ ધરાયુ નથી. અને જાહેર માહિતીના માધ્યમથી જાણવા મળ્યું કે મનરેગા યોજનામાંથી કેન્દ્ર -૨નું કામની શરૂઆત તા.૧/૪/૨૦૨૩ થી કરવામાં આવ્યું છે. અને તેનું લેબર બજેટ રૂપિયા ૮૦,૦૦૦ તથા મટેરિયલના રૂપિયા ૬,૪૦,૦૦૦ કુલ મળીને રૂપિયા ૭,૨૦,૦૦૦ થી બાંધકામ કરવામાં આવનાર છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે આંગણવાડી કેન્દ્ર – ૨ નું કામકાજ ચોમાસાની સિઝનમાં હાલમાં કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેમનુ કામ પણ કવોલીટી વગરનુ માલુમ પડી રહ્યું છે. જો વહીવટીતંત્ર દ્વારા ધ્યાન નહી આપવામાં આવે તો હાલના આંગણવાડી કેન્દ્ર-૨નું આયુષ્ય પણ લાંબુ રહેવાની શક્યતા દેખાતી નથી.

સરકારના વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોની ભ્રષ્ટાચારી નિતિના કારણે તાલુકામાં જેટલી પણ આંગણવાડીઓ ચાલે છે. તેમા મોટાભાગની આંગણવાડીઓમાં છતમાંથી ચોમાસાની મોસમમાં પાણી ટપકે છે. તે કારણે આંગણવાડી બહેનોને બાળકોને ભણાવવા વહીવટીતંત્ર અને કોન્ટ્રાકટરોની મિલીભગતની ભ્રષ્ટાચારી નિતિના પરિણામે ઘણી જ અગવડતા નો સામનો કરવો પડી રહયો છે.

Related Articles

Back to top button