આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં સુરત અને તાપી જિલ્લાના કુલ આઠ રસ્તાઓ માટે 19 કરોડ મંજૂર કરાયા

157 માંડવી સોનગઢ વિધાનસભાના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિની અસરકારક રજૂઆતથી 45 કરોડના 24 રસ્તાઓ મંજુર થયા બાદ હાલમાં સુરત અને તાપી જિલ્લાના કુલ આઠ રસ્તાઓ માટે 19 કરોડ મંજૂર કરાયા છે.
રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિને સુરત અને તાપી જિલ્લાના રાજકીય તથા સામાજિક આગેવાનોએ માર્ગની મરામત તથા નવીનીકરણ માટે રજૂઆતો કરી હતી. જે સંદર્ભમાં કુંવરજીભાઈ હળપતિએ કરેલી અસરકારક રજૂઆત બાદ માંડવી મોરીઠા રેગામા માર્ગ, માંડવી કરવલી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ ઉપરાંત બળતલ સાંભરી ફરિયા એપ્રોચ રોડ, મોટીચેર ચાંચડીયા ફળિયા એપ્રોચો રોડ, ફેદરી ફળિયા મોરીઠા ઘંટોલી રોડ, ઉંમરસાડી ખરોલી મોટા ફળિયા રોડ, ઉશ્કેર ધરમપુર રોડ તથા તાપી જિલ્લાના પીપળકુવા અંધારી ફરીયા રોડ મળી કુલ 41 કિલોમીટર થી વધુ લંબાઈના આઠ માર્ગો માટે 19 કરોડની મંજૂર કરાયા છે.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ માંડવી વિધાનસભા વિસ્તારના તમામ માર્ગોને રિસરફેસ કરવામાં આવશે. આમ માર્ગોની મરામત તથા નવીનીકરણ દ્વારા દિવાળી પહેલા ટીપટોપ રસ્તાઓની ભેટ આપવાનું નિશ્ચિત થતાં ખુશી વ્યાપી હતી.




