માંડવી

માંડવીની સગીરાને બીભત્સ મેસેજ કરનાર આરોપીને લાજપોર જેલમાં મોકલવાનો કોર્ટનો હુકમ

માંડવી નગરમાં રહેતા એક સંતાનના પિતાએ 14 વર્ષની સગીરાને જાતીય માંગણી કરી મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરી પરેશાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પોક્સો એક્ટ અને છેડતીનો ગુનો નોંધી આરોપોની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે દ્વારા આરોપીને લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

માંડવી નગરમાં પ્રિતેશ ઉર્ફે પપ્પુ ધનસુખ શાહ પરિવાર સાથે રહે છે અને એક બાળકનો પિતા છે. પ્રિતેશ શાહ રાજકીય આગેવાનો સાથે ઘરાબો ધરાવે છે. પ્રિતેશ શાહે 14 વર્ષની તરૂણીને જાતીય સતામણી અને માંગણી કરી મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કર્યા હતા. પ્રિતેશ શાહના જાતીય માંગણી સાથે કરેલા બિભત્સ મેસેજ તરુણીની માતા જોઈ ગઇ હતી. જેથી તેણે પોતાના પતિને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા.

જેને લઇને પરિવાર તરુણીને લઇને માંડવી પોલીસમાં પહોંચતા પીઆઈ જે.જી. મોડે મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરનાર પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ જાતીય માંગણી અને છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. હાલ પોલીસે આ ગુનાના આરોપી પ્રિતેશ શાહની ધરપકડ કરી હતી. પ્રિતેશ શાહે કરેલા કૃત્યને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટેમાં રજૂ કરતાં કોર્ટે દ્વારા આરોપીને સુરત જિલ્લાની મધ્યસ્થ લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

Related Articles

Back to top button