નિઝર પોલીસ સ્ટેશનમાં; અંતુર્લી ગામમાં સુરતના યુવકો દ્વારા છેડતી કર્યાની ફરિયાદ નોંધાય

નિઝર તાલુકામાં આવેલ અંતુર્લી ગામની સૂકીબેન મોગ્યાભાઈ પાડવી અને બેબીબેન તથા લતાબેન અંતુર્લી ગામના રહેવાસી દિલીપભાઈ રધુનાથભાઈ પાટીલના ઘરે ઘરકામ કરવા ગયા હતા. તે દરમ્યાન સુરત રહેતા દિલીપભાઈ પાટીલ તેમજ સંદીપભાઈ પાટીલએ દરવાજાને ધક્કો મારી સીધા ઘરમાં આવી ગણેશભાઈને ઘરમાં ઉપર નીચે શોધખોળ કરતા હતા અને ગણેશભાઈ પાટીલ ઘરમાં મળી નહી આવતા.
બંને શખ્સો સંડાસ બાથરૂમ તરફ તપાસ કરવા માટે જતા હતા. તે વખતે બાથરૂમમાં ઘરની વહુઓ હતી. જેથી સૂકીબેન પાડવી તથા બેબીબેન હાથ આડો કરીને બંનેને રોકવાનો પ્રયાસ કરતા મહિલાના હાથ પકડી ખેંચી જાતિ વિષયકો અપશબ્દ બોલી ગાળો આપી છેડતી કરી હોવાના આક્ષેપો સાથે સૂકીબેન પાડવીએ સુરતના બંને શખ્સો સામે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.
નિઝર પોલીસ દ્વારા બંને શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી, છેડતીનો ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ સુરતના રહેવાસી દિલીપભાઈ પાટીલ દ્વારા પણ અંતુર્લી ગામના દિલીપભાઈ પાટીલ, ગણેશભાઈ ઉર્ફ વિક્કી પાટીલ, જયેશભાઈ ઉર્ફ પપ્પુ પાટીલ સહીત મહિલાઓ (સ્ત્રીઓ) પુરૂષો મળી 22 જેટલાં લોકોનું ટોળું પૂર્વ કાવતરું રચી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગેના ગંભીર આક્ષેપો સાથે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યા મુજબ ફરિયાદી દિલીપભાઈ પાટીલનો પુત્ર સંદીપભાઈ પાટીલ અંતુર્લી ગામના ગણેશભાઈ ઉર્ફ વિક્કી પાટીલ તેમજ જયેશભાઈ ઉર્ફ પપ્પુ પાટીલ સાથે ભાગીદારીમાં રેતીના ધંધો કરતો હોય જે ફરિયાદીના પુત્રને રેતીના ધંધામાં પૈસા બાબતે મનદુઃખ થતા.જેથી સંદીપ પાટીલ દ્વારા સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. તેઅઓ અંતુર્લી આવેલ હતા ત્યારે ફરિયાદીને જૂની અદાવત રાખી દિલીપભાઈ પાટીલ, ગણેશભાઈ ઉર્ફ વિક્કી, જયેશ ઉર્ફ પપ્પુ, સહીત મહિલાઓ અને પુરુષોનું ટોળું નિઝર પોલીસ સ્ટેશન આવી નાલાયક ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મહિલા સહીત 22 જેટલાં લોકોઓ સામે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




