નર્મદા

જનજાતિ કલ્યાણ આશ્રમનું નર્મદા કલેક્ટરને ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ બાબતે આવેદન

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સંચાલિત ગુજરાત જનજાતિ કલ્યાણ આશ્રમે ગુજરાત ડી.એમ.એફ ને (ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશન) અપાયેલું 1400 કરોડનું ફંડ આદિવાસી ક્ષેત્રે યોગ્ય રીતે વાપરવા નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.

ગુજરાત જનજાતિ કલ્યાણ આશ્રમના મંત્રી ડો.પ્રેમપ્યારી તડવીની આગેવાનીમાં નર્મદા કલેક્ટરને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, ભારતના 70% ખનીજ ખનન ક્ષેત્ર જે જનજાતિ ક્ષેત્રમાં આવેલું છે. તેના ખનન પ્રભાવિત વિસ્તારમાં ત્યાંના લોકો માટે ભારત સરકારે બિનસરકારી સંસ્થા ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનને (ડી.એમ.એફ) ગુજરાત માટેના અંદાજીત 1400 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે.

(ડી.એમ.એફ) એક નોન પ્રોફિટ અને બિન સરકારી સંસ્થા હોવા છતાં પણ તેમાં દેશથી લઈ રાજ્ય અને જિલ્લા સ્તર પર કોઈ પણ પ્રકારના જન પ્રતિનિધિ, સામાજિક, ઉપરાંત જે ખનીજ ક્ષેત્રમાં ખનન થઈ રહ્યું છે તે વિસ્તારના લોકો કે ગ્રામજનો ભોગ બની રહ્યું છે તેનું પણ કોઈ પ્રતિનિધિત્વ નથી. આ મોટી રકમની ગ્રાન્ટ વાપરવાની આ સંસ્થામાં જન પ્રતિનિધિની ભુમિકા હોવી જોઈએ.

ખનીજ ક્ષેત્ર વિસ્તારમાં 70%થી વધુ પેસા વિસ્તારમાં પેસા એક્ટનું જાહેરમાં ઉલંઘન થઈ રહ્યું છે, એ સંદર્ભે પગલાં લેવામાં આવે જો ડી.એમ.એફ દ્વારા વપરાતી ગ્રાન્ટનો ઉપયોગ માઇનિંગનો ભોગ બનનાર વ્યક્તિ ગ્રામ કે વિસ્તારના લોકો સુધી યોગ્ય પ્રમાણમાં નહીં પહોંચે, ડી.એમ.એફ દ્વારા થતી કામગીરીમાં આગામી દિવસોમાં પારદર્શકતા લાવવામાં નહી આવે તથા અમારા મુદ્દાઓમાં સરકાર દ્વારા કોઈ ઠોસ પગલા નહિ લે તો આગામી સમયમાં અમે આંદોલન કરીશું એવી ચીમકી પણ આપવામાં આવી છે.

Related Articles

Back to top button