નર્મદામાં બંધ કરાયેલો મોવી-ડેડિયાપાડા રોડ આવશ્યક સેવાઓ માટે ચાલુ રાખવા MLA ચૈતર વસાવા દ્વારા નર્મદા કલેક્ટરને રજુઆત

નર્મદા જિલ્લામાં હાલમાં કેટલાક માર્ગો બંધ કરવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ તેમાં કેટલીક આવશ્યક સેવાઓ ચાલુ રાખવા ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા કલેક્ટરને આવેદન આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના દ્વારા મોવી-ડેડિયાપાડા રોડ (એસ.એચ.160 ) રોડના રિપેરીંગના કામ માટે આ રોડને 4 જુલાઈ 2024થી 30 સપ્ટેમ્બર 2024 સુધી વાહન વ્યવહાર બંધ કરી ડેડિયાપાડાથી રાજપીપળા જતા વાહનોને ડેડિયાપાડા-નિવાલ્દા-નિંગટ-નેત્રંગ થઈ મોવી તથા રાજપીપળાથી દેડિયાપાડા જતા વાહનોને મોવી-ખરાટા-કાંટીપાડા-નેત્રંગ થઈ ડેડીયાપાડા ડાયવર્ઝન આપી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
આપ પાર્ટીના નિરંજન વસાવાએ જણાવ્યું કે, આ જાહેરનામાથી કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન રાજપીપળા અને પોલીસ અધિક્ષક, નર્મદાની સૂચનાથી મોવી અને ડેડિયાપાડા ખાતે લોખંડની ચેનલો અને એંગલો પણ ઉભી કારવામાં આવી છે, જેને કારણે આ રૂટ પર ચાલતી બસ, 108 -એમ્બ્યુલન્સ, સબવાહિની જેવી આવશ્યક સેવા માટે પણ નેત્રંગ થઈ જવું પડે છે. માટે ઇમર્જન્સી કેસ રસ્તે મૃત્યુ પામતા હોય છે. કેટલાક બહેનોની ડિલિવરી પણ રસ્તે થવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
મોવીથી દેડિયાપાડા રૂટ પરના ગામડાઓના આપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મકાન બાધકામ મટિરિયલ અને ખેતી સામગ્રી લાવવા લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. જેવી સ્થાનિક લોકોની રજૂઆતો અમારી સમક્ષ આવેલી છે. માટે આવશ્યક સેવાઓ બસ, 108-એમ્બ્યુલન્સ, સબવાહિની અને આ રૂટ પર આવતા ગામડાઓમાં મકાન બાંધકામ મટીરિયલ અને ખેતી સામગ્રી માટે મોવી ડેડિયાપાડા રોડ ખુલ્લો રાખવા ઘટતી કાર્યવાહી કરવા આવેદનમાં રજૂઆત કરાઇ છે.






