
લોકસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પોતાના સંગઠનને મજબુત કરવા અને કાર્યકર્તાઓને કામે લગાડવા વિવિઘ હોદ્દાઓની નિમણૂકો કરવા માંડી છે. થોડાક દિવસ પહેલા જ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણૂક કર્યા બાદ આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની સૂચનાથી નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાતા કાર્યકર્તાઓમાં આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જયદીપભાઇ વસાવાની નિમણૂક કરાતા કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા રાજપીપળા સફેદ ટાવર ખાતે ફટાકડા ફોડી, મીઠાઈઓ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરો નવનિયુક્ત યુથ કોંગ્રેસ પ્રમુખને ફુલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા




