નર્મદા

રાજપીપળાની અસલામત STથી ડેપો મેનેજર કે ભરૂચ બેઠેલા અધિકારીઓ મુસાફરોને પડતી તકલીફ માંથી મુક્તિ અપાવે તેવી માંગ

નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી ડેપોનું યોગ્ય સંચાલન નહિ થતું હોવાની વારંવાર ફરિયાદ સંભળાઈ છે જેમાં ખાસ કરીને અમુક રૂટ પર જતી બસો અધવચ્ચે બગડતા બસમાં બેઠેલા અને નોકરી ધંધા અર્થે જતા મુસાફરો રસ્તા માં અટવાઈ પડતાં હોય છે.

સોમવારે સવારે રાજપીપળા ડેપો પરથી ઉપડેલી ત્રણ બસો બગડી હતી જેના લીધે મુસાફરો અટવાતા ડેપો પર માથાકૂટ થઈ હતી. સોમવારે સવારે રાજપીપળા એસટી ડેપો ની એક બાદ એક ત્રણ બસો બગડતા મુસાફરો અટવાયા હતા જેમાં જાણવા મળ્યા મુજબ રાજપીપળાના સંતોષ ચાર રસ્તા અને જૂની જેલ પાસે મળી કુલ ત્રણ જેટલી બસો બગડતા મુસાફરો અકળાઈ ઉઠ્યા હતા. સવારે કેવડીયા- ભરૂચની બસ રાજપીપળા ડેપોમાંથી ઉપડી ખરી પરંતુ આ બસે પિક અપ નહિ પકડતા ડ્રાઈવર ધીમે ધીમે કેવડીયા પહોંચ્યા અને ત્યાંથી પરત રાજપીપળા આવતા સમય કરતા મોડું થઈ ગયું હતું. ત્યારબાદ એક બસ મુસાફરો ભરી ને ઉપડ્યા બાદ જૂની જેલ પર પહોંચી પરંતુ ત્યાં બસના ગિયર નહિ પડતાં બસ પરત ડેપો લાવવી પડી હતી. સોમવારે સવારથી રાજપીપળા ડેપો ની ત્રણ ત્રણ બસો બગડતા અટવાયેલા મુસાફરોએ ડેપો પર આવી હોબાળો મચાવ્યો હતો. પ્રશ્ન એ ઊભો થાય છે કે બસો, ડેપો પરથી જ ખરાબ હોય તો જે તે રૂટ પર કોણ મોકલે છે..?

એક જ દિવસે ત્રણ જેવી બસો બગડે તો શું સમજવું કે વર્કશોપમાં યોગ્ય કામગીરી થતી નથી..?

કે પછી વર્કશોપમાં સામાન ની અછત છે..?

આવા ઘણા સવાલ એટલા માટે ઉઠ્યા છે કેમ કે આ તકલીફ ઘણા સમય થી સંભળાઈ રહી છે માટે ડેપો મેનેજર કે ભરૂચ બેઠેલા અધિકારીઓ મુસાફરો ને પડતી આ તકલીફ માંથી મુક્તિ અપાવે તેવી માંગ છે.

ભરૂચ ડિવિઝનના ડિવિઝનલ કંટ્રોલર શ્રીમાળીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે હું આ બાબતની તપાસ કરાવી જે કઈ હશે તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરું છું. બાકી અમારા ડિવિઝનમાં કોઈ બસ એકદમ ખરાબ નથી.

Related Articles

Back to top button