નર્મદા

સાગબરાના નવાગામ(ખડકુની)માં શાળા ન હોવાથી ખામપાડા ગામે જીવના જોખમે ભણવા નદી પાર કરતાં વિધાર્થીઓ

વધારે વરસાદ પડતાં નદી ઓળંગી શકતા ના હોવાથી નવાગામ (ખડકુની)ના બાળકો ચોમાસાની ઋતુમાં સતત ગેરહાજર રહેવા પડતાં, શૈક્ષણિક કાર્ય પર અસર

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ (ખડકુની) ગામના ધોરણ – ૧ થી ૮ના બાળકો ગામમાં શાળા ન હોવાથી અને નદી પર પુલ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી વધારે વરસાદ પડતાં વિધાર્થીઓની સતત ગેરહાજર રહેવા પડતાં હોવાથી તેમના શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે.

પ્રાપ્ત માહિતીનુસાર નવાગામ (ખડકુની) ગામમાંથી ચાલુ વર્ષે ૩૫ જેટલાં બાળકો ગામમાં શાળા ન હોવાથી ખામપાડા ગામે ધોરણ -૧ થી ૮ સુધીના વિધાર્થીઓ ભણવા આવે છે. અને ખામપાડા -નવાગામ(ખડકુની)એ પડોશી ગામો છે. પરંતુ બંન્ને ગામો વચ્ચેથી નદી વહે છે. અને આ નદી પર ઘણી રજુઆતો પ્રતિનિધિઓને કરવા છતાં કોઈ પુલ જેવી કે અન્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ નથી, તે કારણે ચોમાસાની ઋતુમાં જયારે વધારે વરસાદ પડે છે. ત્યારે નદીમાં પુર આવી જતાં વિધાર્થીઓને નદી પાર કરવા ઘણી તકલીફ પડે છે. કેટલીક વાર તેમના વાલીઓના સહારે જીવના જોખમે આ ભણવા માટે અખતરો કરવો પડે છે. ઉપરાંત નદી પર નિચલી સાઈટમા ચેકડેમ બનાવવામાં આવેલ છે. તો તેમના પર કેટલાંક બાળકો ઉતરીને ખામપાડા ગામે ભણવા આવે છે. પરંતુ કયારેક બેલેન્સ ન જાળવાઈ તો પડી જવાની સંભાવના રહેલી છે. જેના કારણે કયારેક ચોમાસાની ઋતુમાં વધારે વરસાદ પડે છે. ત્યારે નદીમાં પુરનુ પાણી વધી જતાં ચેકડેમ પર પણ ઉતરી શકાતું નથી તેમજ પુલ જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી વિધાર્થીઓને જાણી જોઈને ભણવાથી પડતું મુકવા પડતું હોવાથી તેમના શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે. તેના કારણે ચોમાસાની ઋતુમાં ગેરહાજરીનો ગુણોત્તર વધારે હોય છે.

ઘણી વખત નવાગામ (ખડકુની) અને ખામપાડાના આગેવાનોએ ઘણી વખત પણ લોક પ્રતિનિધિઓને રજુઆત કરવામાં આવી છે. પરતુ હાલ સુધી તેમનો પ્રશ્ન જેમનો તેમ રહી ગયેલ છે. અને પ્રાથમિક જરૂરિયાત શિક્ષણ મેળવવા તેમના બાળકોને પડતી મુશ્કેલીઓથી ભારે ચિંતિત છે. જેથી સરકાર નવાગામ(ખડકુની) ગામે શાળાની સ્થાપના કરવી જોઈએ અથવા ખામપાડા-નવાગામ(ખડકુની) ગામો વચ્ચેથી નદી પર પુલ તાત્કાલિક ધોરણે સરકાર લોક પ્રશ્ન ધ્યાને લઇ વ્યવસ્થા કરી આપવી જોઈએ, તેવી ગામના આગેવાનો માંગ કરી રહ્યાં છે.

Related Articles

Back to top button