
માંડવી ખાતે આજરોજ નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા બધા પત્રકારો એકત્રિત થઈને મામલતદાર ઓફિસે આવીને મામલતદાર શ્રી એફ.ડી. વસાવા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિગતવાર માહિતી મુજબ, તાપી જિલ્લાના પત્રકાર પરેશ અટાલીયા જે બહુજન સમ્રાટ ન્યુઝ પેપરના તંત્રી છે. તેને વારંવાર બદનામ કરવામાં આવે છે. જે માહિતી ખાતાના અધિકારી નિનેશ ભાભોર દ્વારા ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી પત્રકારને બદનામ કરવામાં આવે છે. સાથે ખોટા whatsapp ગ્રુપમાં સરકારની માહિતીઓ ફેલાવવાના બદલે ખોટી રીતે પત્રકારો વિશે લખે છે. અને પરેશ અટાલીયા ને ખોટા કેસમાં ફસાવી દેવા માટે લોકોને ફોન કરીને ઉશ્કેરી રહ્યો છે. પત્રકારને બદનામ કરે છે. તે માટે આજરોજ મામલતદાર ઓફિસ ખાતે માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાનેથી આવેદનપત્ર આપી. અને તે અધિકારી વર્ષોથી તાપી જિલ્લામાં કામ કરતા અધિકારીની બદલી કરવાની માંગ કરવામાં આવી છે. અને સાથે સાથે તેની ખાતાકીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.જેથી પત્રકારોને યોગ્ય ન્યાય મળી શકે. આ પ્રસંગે નેશનલ પ્રેસ એસોસિએશન માંડવી તાલુકા પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી ઉપપ્રમુખ હમીરસિંહ ચૌહાણ, મંત્રી જીતેન્દ્રભાઈ સોલંકી, મીડિયા કન્વીનર દિપેશભાઈ પટેલ, ગોવિંદભાઈ ગામીત, ચેતનભાઇ ચૌધરી, રાજુભાઈ પટેલ, તેમજ યોગેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.



