બારડોલીના મઢી સુરાલી ગામે મંથર ગતિથી ચાલતા કામને લઈને સ્થાનિક વેપારીઓએ હાલાકી બાબતે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામે મંથર ગતિથી ચાલતા કામને લઈને સ્થાનિક વેપારીઓએ હાલાકી બાબતે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.નવરાત્રી અને દિવાળીના સામા તહેવારે સ્થાનિક વેપારીઓ નાગરિકોને પડતી અંગે વ્યાપારીઓએ રજૂઆત કરી હતી.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સુરાલી ગામે છેલ્લા ઘણા મહિના ઓથી સુરાલી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. નેતાઓતો ઉદ્ઘાટન કરીને જતા રહ્યા હતા પરંતુ સમયસર કામ પૂરું કરાવવા અધિકારીઓ કે સ્થાનિક સત્તાધીશો પણ નિષ્ફળ રહ્યા છે. જેથી નાગરિકો હાલાકી નો ભોગ બની રહ્યા છે. જેથી સુરાલી ફાટક પર ઓવરબ્રિજ ની મંથર ગતિથી ચાલતા કામ ને લઈને આજે મઢી સુરાલિના વ્યાપારીઓ એ બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થયા હતા. અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
મઢી સુરાલી તેમજ આસપાસ 10થી વધુ ગામોનો મઢી સુરાલી સાથે વ્યાપાર અને શિક્ષણ રોજિંદુ વ્યવહાર જોડાયેલો છે. શાળાઓ ,દવાખાના તેમજ તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે તેમજ પંચાયત કચેરીના કામકાજ માટે લોકો એ લાંબો ચકરાવો ખાવો પડે છે. જે બાયપાસ માર્ગો આપ્યા છે ત્યાં પણ સાંકડી નહેર હોવાથી ટ્રાફિક જામ તેમજ જોખમે વાહનો પસાર કરવાની નોબત આવે છે. જેથી સ્થાનિક ખેડૂતો અનેક નાગરિકો તેમજ વિદ્યાર્થી વર્ગ ને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ઓવરબ્રિજ નજીક ગેટમેનની હાજરીમાં ટુ-વ્હીલર બાઈક જાય એટલું ડાઈવર્ઝન પહેલા ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર અચાનક બંધ કરી દેવાયો હતો. જેથી ગેટમેનની હાજરી માં ફાટક વાળો ડાયવર્ઝન ફરીથી ટુ વ્હીલર બાઈક માટે શરૂ કરવામાં આવે. જેથી તહેવારોના દિવસોમાં વ્યાપારીઓને આમ જનતાની હાલાકી પણ દૂર થઈ શકે એ માટે માંગ કરી હતી.



