તાપી
ઉકાઈમાં બાળકીને ઉપાડી જવાનો પ્રયાસ

મંગળવારે સવારે ઉકાઈ ની એક કહ્યું છે. શાળા પાસે સફેદ કલર ની એક કાર આવી હતી અને તેમાં બે ઇસમો બેઠા હતાં. એક ઈસમે ફૂલ વાળું શર્ટ અને બીજાએ સફેદ શર્ટ પહેર્યું હતું. એ સાથે જ એક બાઈક પર સાધુ જેવા વેશ વાળો ઈસમ જ્યારે બીજો સ્ત્રી જેવા કપડાં પહેરેલો વ્યક્તિ જોવા મળ્યો હતો. આ ઇસમોએ ઉકાઈ પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં ભણતી બાળકીને ઉપાડી જવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ અંગે ઉકાઈ પોલીસે મેસેજ પાસ કરી પોલીસ સ્ટાફને તપાસમાં રહેવા જણાવ્યું છે.




