નવસારી

નવસારીના ચીખલીમાં બેંકના મેનેજરની ખાનગી વીમા કંપનીના ફાયદા માટે ચીખલીના યુવાન સાથે છેતરપિંડી કરી

નવસારીના ચીખલીમાં યુવાનને નવસારીની એક રાષ્ટ્રીયકૃત બેંકના મહિલા મેનેજરે પોતાની બેંકમાં ખાનગી વીમા કંપનીને ફાયદો અપાવવા છેતરપિંડી કરી વધુ વ્યાજ ચૂકવવા મજબૂર કર્યો હતો. આ બાબતે કલેકટરને ફરિયાદ કરવામાં આવી હતી.

નવસારીની એક રાષ્ટ્રીયકૃત બેંકના અધિકારીએ પોતાની બેંકમાં ખાતું ખોલાવવા કે લોન લેવા આવતા ગ્રાહકો સાથે ખાનગી વીમા કંપનીનો ટાર્ગેટ પૂરો કરવા માટે હેરાન કરાઇ રહ્યા છે. આ બાબતે અગાઉ ફરિયાદ કરી હોવા છતાં બેંકના અધિકારીઓ-કર્મચારીઓ ગ્રાહકને હેરાન કરી રહ્યાં છે તેવી એક ઘટના ચીખલીના યુવાન સાથે બની હતી. ચેતનભાઈ રાઠોડ નામના યુવાનની 35 ટકા સબસિડીવાળી લોન પીએમઇજીપી આપવામાં આવે તે પહેલા જ ખાનગી વીમા કંપની ની ઇન્ડિયા ફર્સ્ટની પોલિસી લેવાની ફરજ પાડી હતી અને ત્યારબાદ 24 લાખની લોન ન આપી 16 લાખની લોન આપી બેંકના મહિલા મેનેજર દ્વારા ટાર્ગેટ પૂરો કર્યો હતો. ગ્રાહકને ઓછી સબસિડી મળી અને લોન પર વ્યાજ વધુ ચૂકવવાનું આવ્યું હતું. આ બાબતે નવસારીના ફાલ્ગુનીબેન નામના જાગૃત નાગરિકે કલેકટરને જાણ કરી મહિલા મેનેજર ઉપર કાર્યવાહી કરવા ફરિયાદ કરી હતી. નવસારી જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ બેંકના કામકાજ દરમિયાન જ ખાનગી વીમા કંપનીની પોલીસ ઉતારવા માટે બેંકના ગ્રાહકોને અવારનવાર પરેશાન કરતા હોય કલેકટર આ બાબતે ધ્યાન આપી બેંક કર્મચારી ઉપર સખત પગલાં લેવા માગ કરી છે.

Related Articles

Back to top button