નર્મદા

“ભારત બંધ” ને સાગબારા – સેલંબા સજ્જડ બંધને વેપારીઓએ સહકાર આપતાં એસસી/એસટી વર્ગેના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો.

ભારત બંધ નિમિત્તે ડૉ.શાંતિકરે કહ્યું " ઘણાં લાંબા સમયથી એસસી/એસટી સમુદાયો ભેગાં થઈ, સૂમેળ સાધવાં માંડ્યા, એમને ફરી તોડી રાજકારણ કરવાનું કામ કર્યું છે."

તા.૨૧ મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ” ભારત બંધ “નું એલાન દેશના વિવિધ સંગઠનોએ આપ્યું હતું. તે સંદર્ભમાં નર્મદા જીલ્લાના સાગબારા – સેલંબા સજ્જડ બંધ રહી ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. સિવાય કે દવાની દુકાનો તેમજ શાકભાજીની દુકાનો સિવાય વિવિધ જાતના વેપાર કરતાં વેપારીઓએ પણ બંધના એલાનનું પાલન કરી સહકાર આપતાં એસસી અને એસટીના આગેવાનોએ વેપારીઓનો પણ આભાર માન્યો હતો.

“ભારત બંધ ” ને સફળ બનાવવા એસસી અને એસટી સમાજના આગેવાનો પૈકી ડો.શાંતિકર વસાવા જેઓ હંમેશાં એસટી અને એસસી સમાજના હીત માટે ઝઝુમે છે. જેઓએ ફરી એકવાર “ભારત બંધ” ને સમર્થન આપી કહ્યું કે, તા.૧ લી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ સુપ્રિમ કોર્ટે આપેલ ચૂકાદો એ એસસી અને એસટી વર્ગને આપવામાં આવેલ આરક્ષણ એજ આરક્ષણને એના જ સમુદાયોને અલગ અલગ વર્ગોમાં વહેચવા માટેનું જજમેન્ટ છે. અને એની સત્તા રાજયોને આપવામાં આવેલ છે. એસસી અને એસટીનો કોઈપણ જજમેન્ટ કે નિયમો બનાવવો હોય તો સંસદ અને રાષ્ટ્રપતિ જ કરી શકે છે. અથવા એમની સત્તા છે. પણ સુપ્રિમ કોર્ટે ઓબઝર્વેશન કરીને જજમેન્ટ આપવામાં આવ્યું છે. તેનો ગલત ઉપયોગ થયો છે. વધુમાં ડો.શાંતિકર વસાવાએ કિધું કે, ઘણાં સમયથી એસસી અને એસટી વર્ગના સમુદાયો ભેગાં થવા લાગ્યાં અને સુમેળ સાધવા લાગ્યા. પણ એજ સમુદાયોને પાછાં વહેંચી, તોડી નાખીને રાજકારણ કરવાનું અને ” તોડો અને રાજ કરો ” ને સાર્થક બનાવવાનું કામ કર્યું છે. એજ સુપ્રિમ કોર્ટના જજમેન્ટમાં દેખાઈ રહ્યું છે. તે કારણે એસસી અને એસટી સમાજ વિરોધ કરી “ભારત બંધ “નું એલાન આપેલ છે. જો આ ચુકાદાને સાક્ષાતમાં પડકારવામાં ના આવે અને સંસદ જો આનો વિરોધ ના કરે, અને રદ ના કરે તો રાજયો ખરાબ પરિણામ આવશે. અત્યાર સુધી ચાર રાજ્યો પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ વર્ગીકરણ કરવા પ્રયત્ન કરી ચુક્યાં છે. એસસી અને એસટીને અલગ કરીને આરક્ષણ આપવાનું ? પરંતુ અત્યાર સુધી જે ચુકાદાઓ આવ્યાં છે. તે સંવિધાનની વિરોધમાં છે. એમ કરીને ચાર રાજ્યો તામિલનાડુ, હરિયાણા, પંજાબ અને આંધ્રપ્રદેશ એ વિરોધ કર્યો છે. છતાં ફરી એકવાર સુપ્રિમ કોર્ટે ઓબઝર્વેન કરીને આ પગલું ભર્યું છે. તેમને એસસી અને એસટી વર્ગના લોકો નકારી રહ્યા છે. અને આવનાર સમયમાં જલદ આંદોલનના ભણકારા વાગશે એમાં નવાઈ નહી.

Related Articles

Back to top button