ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિ-ભાડભૂત બેરેજ યોજના ડાબા કાંઠા અને અંકલેશ્વરના ખેડૂતોએ સાયન્ટિફિક જંત્રી ડ્રાફટને સમર્થનમાં જિલ્લા કલેકટરને રજૂઆત કરી

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજ રોજ ખેડૂત સમન્વય સમિતિ-ભાડભૂત બેરેજ યોજના ડાબા કાંઠા અને અંકલેશ્વર,ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંપાદિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફટને સમર્થનમાં જિલ્લા કલેકટરને રજૂઆતો કરાઈ હતી.
ગામે ગામ અધિકારીઓ મોકલી સર્વે કરાયો હતો
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ-ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજનાના વિસ્થાપિત ખેડૂતો દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે,હાલમાં સરકાર દ્વારા ગામે-ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાનો પ્રયત્નો કરાયા છે અને એના આધારે સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રી ના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવો જંત્રી નક્કી કરવામાં આવ્યા, એટલે કે રિવાઈઝ કરવામાં આવ્યા,આમ છતાં સરકાર દ્વારા અમારા છ સંપાદિત ગામના જંત્રી ડ્રાફટ રિવાઈઝ કરી ભાવ નક્કી કરેલા છે.
ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે, તે મુજબ વળતર
તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે.એમ વિચારી ખેડૂતો દ્વારા એક મિટીંગ યોજવામાં આવી અને એ મિટીંગમાં એવો નિર્ણય લેવામા આવ્યો કે,સરકાર દ્વારા જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે,તે મુજબ અમને ભાડભૂત બેરજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકરવા માટે તૈયાર થઈ શકીએ છીએ.
2024 જંત્રી ડ્રાફ્ટ મુજબ ભાવોનું વળતર લેવા સહમતી
સરકાર દ્વારા આજથી 10 વર્ષ પેહલાના ભાવો આપવાની વિચારધારા પર અમને વિરોધ હતો. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સાંભળ્યા અને સંવેદનશીલ સરકાર હોવાનું સાબીત કરી નવા જંત્રી ડ્રાફટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા એને ધ્યાનમાં લઈ અમો હાલમાં 2024-જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા સહમતી બતાવી છે. વધુમાં જ્યારે અન્ય વિસ્તારોમાં પણ જે વિષગતાં હોય તેને પણ ધ્યાન અપાય તેવી પણ માગ કરાઈ છે.




