ડાંગ
આહવાના ગાંધીબાગ પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ

આહવાના ગાંધીબાગ પાસે બુધવારે રાત્રે રાણી ફળિયાના બાઇક ચાલક કરણ કપુભાઈ ચૌધરીને અકસ્માત નડ્યો હતો. અકસ્માતને પગલે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. અકસ્માતના કારણે ઘટનાસ્થળે લોકો ધસી આવ્યા હતા. જોકે અકસ્માત કઈ રીતે થયો તે જાણી શકાયું ન હતું. આ અકસ્માતના બનાવને પગલે ટ્રાફિક જામ સ્થિતિ ઉભી થઇ હતી.




