તાપી

વ્યારા જિલ્લાની સોનગઢ નગર પાલિકાની ચૂંટણી આગામી 16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે

પરિણામ 18 મી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજવા અંગે તારીખની જાહેરાત કરવામાં આવી છે.એ મૂજબ સોનગઢ નગર પાલિકાની ચૂંટણી આગામી 16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને પરિણામ 18 મી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરવામાં આવશે.આ જાહેરાત ના પગલે નગરના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને ચૂંટણી લડવા તૈયાર બેઠેલા મુરતિયાઓમાં દોડધામ શરૂ થઈ ગઈ છે.

સોનગઢ નગર પાલિકામાં છેલ્લાં બે વર્ષ થી ચૂંટાયેલી બોડી નું અસ્તિત્વ ન હોય વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે.એ પહેલાં સન 2018 ના વર્ષમાં નગરના કુલ સાત વોર્ડની 28 બેઠકો ની ચૂંટણી યોજાઈ હતી.તે વખતે ભાજપ,કોંગ્રેસઅને એનસીપી તથા અપક્ષ ઉમેદવારો મળી કુલ 66 ઉમેદવારો એ ચૂંટણી લડી હતી.આ ચૂંટણીમાં કુલ 28 બેઠક માંથી ભાજપ પાર્ટી ના 21 અને કોંગ્રેસ માંથી 07 ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા.આ ચૂંટાયેલી બોડી ની મુદત ફેબ્રુઆરી 22 માં પુરી થઈ ગઈ હતી પણ તે વખતે ઓબીસી અનામત અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોય સામાન્ય ચૂંટણી યોજાઈ શકી ન હતી અને પાલિકામાં વહીવટદાર નું શાસન આવ્યું હતું.ગત બે વર્ષ દરમિયાન વહીવટદાર નું શાસન હોવાથી આમ અને સામાન્ય પ્રજાનું કામ થઈ શકતું ન હતું અને અધિકારી રાજ ને કારણે લોકો ને ઉપયોગી વિકાસ કામના બદલે સ્વ ઉપયોગી કામોની ભારે બોલબાલા રહી હતી.

નગર પાલિકાના તંત્ર પર બીજેપી નેતાઓ જ હાવી હતાં અને બે વર્ષ દરમિયાન કેટલાંય બિનજરૂરી કામો પણ નગરમાં થતા જોવા મળ્યા છે જે અંગે નગરજનોમાં કચવાટ ઉભો થયો હતો.જો કે આ સ્થિતિનો લાભ લેવામાં કોંગ્રેસના કહેવાતા આગેવાનો પણ ઉણા ઉતર્યા છે એમ કહેવાય તો ખોટું નથી.કોંગી આગેવાનો પોતાનો ધંધો સાચવી ને દૂધ અને દહીં બંનેમાં પગ રાખી પાર્ટી ના આંખે પાટા બાંધવામાં સફળ રહ્યા છે.હવે પાલિકા ચૂંટણી ને માત્ર થોડા જ દિવસનો સમય બાકી છે ત્યારે ભાજપ માંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટવાની પુરી શક્યતા છે જ્યારે કોંગી આગેવાનો 28 ની પેનલ પુરી કરવા માટે મહેનત કરી રહ્યાં છે. સાથે જ આપ પાર્ટી એ પણ પાલિકા ચૂંટણી સંદર્ભે ચિપીયો ઠોકી દીધો છે.

તાજેતરમા માર્કેટ યાર્ડમાં યોજાયેલી એક બેઠકમાં આપ ના પ્રદેશ કક્ષાના નેતા આવી પાલિકા ચૂંટણી અંગે માર્ગદર્શન આપી ગયાં છે.આ સ્થિતિમાં નગરપાલિકા ચૂંટણીમાં જો ત્રિપંખીયો જંગ થાય તો બીજેપી ના વિરોધમાં થતાં વોટિંગમાં કોંગ્રેસ અને આપ એમ બે ભાગ પડી જશે સરવાળે ભાજપને લાભ થશે.બીજેપી કોંગ્રેસ દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે ત્યાં સુધી મતદારો હાલ પોતાનો મત કળવા દેતાં નથી.નગરમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતાં લોકો ને આગળ લાવી તેમને બંને પાર્ટી ટીકીટ ફાળવે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. 2018માં વિવિધ પક્ષને મળેલા મત ગત ચૂંટણીના પરિણામમાં બીજેપી ને 56 % જ્યારે કોંગ્રેસ ને 41 % મત મળ્યાં હતાં. સોનગઢ નગર પાલિકાની વર્ષ 2018 માં થયેલી ચૂંટણીમાં એક મતદાતા એ ચાર મત આપવાના પરિણામે કુલ 52704 મત ની ગણતરી થઈ હતી.આ પરિણામમાં બીજેપી ને 29699 મત જ્યારે કોંગ્રેસ ને 21911 મત મળ્યાં હતાં જ્યારે એનસીપી ને માત્ર 773 તથા 255 અપક્ષોને અને નોટા માં 66 મત પડ્યા હતાં. આ વખતે 3722 જેટલાં મતદારો વધ્યા ગત ચૂંટણી કરતાં આ વખતે 3722 જેટલાં મતદારો વધ્યા છે સન 2018 માં યોજાયેલી ચૂંટણી વખતે કુલ 19563 મતદાતા નોંધાયા હતા એ પૈકી ના કુલ 14083 મતદાતા ઓ એ મતદાન કર્યું હતું. જ્યારે આ વખતે નગરના 20 બૂથમાં મળી કુલ અંદાજિત 23285 મતદાતા નોંધાયા છે.

સોનગઢ પાલિકા અગાઉ મ્યુનિસિપલ બરો હતી. 1995 માં નગરપાલિકા બની તે વખતથી તમામ સામાન્ય ચૂંટણીમાં ભાજપ પાર્ટીના ઉમેદવારો જ વધુ ચૂંટાતા આવ્યાં છે અને ત્યાર થી જ અણનમ શાસન ચાલતું આવ્યું છે.એમાં વળી એક વખત તો 21 માંથી 21 બેઠક ભાજપે જીતી હતી. ગત 2018 માં કુલ 28 માંથી 21 બેઠક ભાજપ ને મળી હતી જ્યારે 07 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા.

Related Articles

Back to top button