તાપી

વ્યારા તાલુકા પંચાયતમાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ રિચાજીંગ સ્ટકચરના કામ લેનાર બે કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતર્યા

વ્યારા તાલુકા પંચાયતમાંથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ રિચાજીંગ સ્ટકચરના કામ લેનાર બે કોન્ટ્રાક્ટરોએ કામ પૂર્ણ વિના જ પૈસા મેળવી લેવાના પ્રકરણ બાબતે તાલુકા પંચાયતના અધિકારી બે વ્યક્તિઓ વિરુદ્ધ ગત 16/7/24 નાં વ્યારા પોલીસ મથકે ઠગાઈ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા જે પ્રકરણમાં બંને કોન્ટ્રાક્ટરોના ઘરે પોલીસો દ્વાર તપાસ કરતા હાજર ન મળતા તેમની શોધખોળ હાથ ધરી છે.

વ્યારા પોલીસમાં ઇન્ચાર્જ અ.મ.ઈ તાલુકા પંચાયત દ્વારા વ્યારા ગત 16/7/24 નાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વ્યારા તાલુકા પંચાયતમાં નવ કામો 44.95.500 રૂપિયા વહીવટી મંજૂર હતા.જે પૈકી 05 કામો કે.એ.સોલંકી અને બે કામો 02 રાજુ હિંગડે ને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.બંને એજન્સીઓ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ રીચાર્જિંગ સ્ટ્રક્ચર ના નવા કામ કરવાને બદલે જુના સ્ટ્રકચરો ની કામગીરી બતાવી વ્યારા તાલુકા પંચાયત કચેરીને ગેરમાર્ગે દોરી હતી અને આ કામના પૈસા લઈ લીધા હતા. જેમાં જવાબદાર રાજુ હિંગળ સાત કામો કર્યા વિના સંપૂર્ણ ઉગવી લેવામાં આવ્યા. જે બાબતે વિવાદ થતા ચૂકવેલ રકમ સરકારમાં ફરી પરત જમા કરાવી હતી.

બંને ઈજારદાર દ્વારા કે. એ.સોલંકી અને રાજુ ડી હિંગડે દ્વારા વર્ક ઓર્ડર મુજબ જે તે સ્થળ પર કામ કરેલ નથી અને અગાઉ બનેલા સ્ટ્રક્ચર ઉપર આંશિક ફેરફાર કરી નાણા લેવાની છેતરપિંડી કરી હતી. જે તપાસ સમિતિને ધ્યાને આવતા બંને ઈજાદાર સામે વ્યારા તાલુકા પંચાયત કચેરી સાથે ગુનાહિત વિશ્વાસઘાત તથા ઠગાઈ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી દેતા વ્યારા પોલીસે ફરિયાદ નોંધાવી વધુ હતી જે પ્રકરણમાં વ્યારા પોલીસ દ્વારા બંને આરોપીના ઘરે તેમજ અન્ય સ્થળે તપાસ કરતા બંને આરોપીઓ હાજર ન થતા ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા ઉઠી હતી.

Related Articles

Back to top button