વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ: 6 રાજ્યોની 7 વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ
ભાજપ અને ઈંડિયા ગઠબંધનની અગ્નિપરીક્ષા

ઝારખંડમાં એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ગિરિડીહ જિલ્લામાં પચંભામાં આવેલ કૃષિ બજાર સમિતિમાં મતગણતરી કેન્દ્ર બનાવ્યું છે. અહીં કુલ 24 તબક્કામાં મતગણતરી થશે અને મતગણતરી માટે 70થી વધારે અધિકારીઓ તૈનાત કર્યા છે.
પશ્ચિમ બંગાળ, ઝારખંડ,ત્રિપુરા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે આઠ વાગ્યાથી શરુ થઈ જશે. આ પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિપક્ષ ગઠબંધન ઈંડિયાની પ્રથમ ચૂંટણી પરીક્ષા કહેવાય છે. ત્રિપુરાની બે સીટ બોક્સાનગર અને ધનપુર, પશ્ચિમ બંગાળની ધૂપગુડી, ઝારખંડની ડુમરી સીટ, ઉત્તરાખંડની બાગેશ્વર અને ઉત્તર પ્રદેશની ઘોસી વિધાનસભા સીટ પર પાંચ સપ્ટેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું.
ઝારખંડમાં એક ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ગિરિડીહ જિલ્લામાં પચંભામાં આવેલ કૃષિ બજાર સમિતિમાં મતગણતરી કેન્દ્ર બનાવ્યું છે. અહીં કુલ 24 તબક્કામાં મતગણતરી થશે અને મતગણતરી માટે 70થી વધારે અધિકારીઓ તૈનાત કર્યા છે. પાંચ સપ્ટેમ્બરે થયેલા મતદાનમાં 2.98 લાખ મતદારોમાંથી લગભગ 65 ટકાએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
ત્રિપુરામાં એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીએ ગુરુવારે કહ્યું કે, ચૂંટણી પંચે પારદર્શી રીતે મતગણતરી કરાવવા માટે જરુરી પગલા ઉઠાવ્યા છે. બંને સીટ બોક્સાનગર અને ધનપુરની મતગણકરી સોનામુરા ગર્લ્સ હાઈસ્કૂલમાં થશે. જ્યારે પશ્ચિમ બંગાળના અધિકારીએ જણાવ્યું કે, ધુપગુડીમાં કેન્દ્રીય પોલીસ ફોર્સ અને રાજ્ય પોલીસ જવાન સ્ટ્રોંગ રુમની સુરક્ષા રહી રહ્યા છે.




